આ માતાપિતાએ અંધવિશ્વાસમાં આવીને પોતાના 1 મહિનાના દીકરાને મંદિરના સાધુને દાનમાં આપી દીધો…

ગણા લોકો એવા જોવા મળે છે કે જેમનું મન સંસારમાં ન લાગવાથી દીક્ષા લેતા હોય છે. પરંતુ હાલ એવો કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.એક માતા પિતાએ અંધવિશ્વાસમાં આવીને પોતાના ૧ મહિનાના બાળકને દીક્ષા માટે મંદિરના સાધુને સોંપી દીધો હતો. મંદિરમાં એક મહિનાના બાળકને સાધુ થવા માટે દાન કરી દેવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને મહંતોની હાજરીમાં જ નવજાત બાળકને મંદિરના સાધીને સોંપવામાં આવ્યો હતો

પરંતુ સોશિયલ મીડિયા દ્વારા આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો જે બાદ પોલીસ હરકતમાં આવી અને અંધશ્રદ્ધામાં ડૂબેલ માતા પિતાને અને મંદિરના મહંતને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

પોલીસની કાર્યવાહીથી ડરીને માતા પિતાએ બાળકને મંદિર માંથી પાછું લઈ લીધું હતું અને તેની દેખરેખ રાખવાનું વચન આપ્યું હતું.મંદિરમાં કેટલાક લોકો પોતાની માનતા પુરી થવા પર બાળકોને દાનમાં આપી ચુક્યા છે. ૭ એપ્રિલના રોજ આ બાળકને સોંપવામાં આવ્યું હતું ત્યારે બાળકનું નામ પણ નારાયણપુરી રાખવામાં આવ્યું હતું

પોલીસને આ ઘટનાની જાણ થતા જ માતાપિતાની ધડપકડ કરવામાં આવી હતી અને બંને પક્ષ તરફથી લોકો મોટી સંખ્યામાં પોલીસસ્ટેશન પોચી ગયા હતા.પોલીસે પરિવારને કાનૂની ધારાઓથી અવગત કરાવતા પરિવારના સભ્યોને કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે છેલ્લે પરિવારના લોકો માની ગયા હતા અને દેખરેખનું આશ્વાશન આપતા બાળકને મંદિર માંથી પાછું લઈ લીધું હતું.

error: Content is protected !!