વરરાજાએ કર્યું કંઈક એવું તો પોલીસ ચાલુ લગ્નએ જ વરરાજાને ઉઠાવી ગઈ

હાલ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવી દીધી છે અને તેથી હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે. હોસ્પિટલમાં પણ ઓક્સિજનનો જથ્થો પણ ખૂટી રહ્યો છે, લોકોને બેડ પણ નથી મળી રહ્યો અને હોસ્પિટલની બહાર મોટી લાઈનો પણ થઇ જાય છે. તેની માટે સરકારે કેટલીક ગાઈડલાઈનો પણ જારી કરી છે. કેટલાક લોકો આ ગાઈડલાઈન તોડી રહ્યા છે.

તેવો જ એક કિસ્સો પંજાબનો છે, પંજાબમાં હાલ વીક એન્ડ લોકડાઉન લગાવાયું છે અને તેની વચ્ચે લોકો ગાઇડલાઇનનું ઉલ્લઘન કરતા જોવા મળી રહ્યા છે, જેમાં પંજાબના જલંધરમાં એક લગ્ન સમારંભમાં ૧૦૦ થી વધુ લોકો એકત્ર થયા હતા.

જેથી પોલીસને આ માહિતીની જાણ થતા જ તેમની વિરુદ્ધ સખત પગલાં ભર્યા હતા, આ લગ્ન મંડપમાં ૧૦૦ થી પણ વધુ લોકોની હાજરી હતી અને જે નિયમ પ્રમાણે ૫૦ લોકોની છે.

લગ્ન કરવાની માટે પ્રશાસન પાસેથી મંજૂરી લેવી પડે છે અને પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, આ લોકોની પાસે એ મંજૂરી પણ નથી. જેથી પોલીસ સરકારી ગાડીમાં બેસાડીને આ વરરાજા અને છોકરીના દાદાને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરાઈ હતી અને તેઓએ એવો જવાબ આપ્યો હતો આ આ લગ્નમાં આટલા લોકો ક્યાંથી આવી ગયા એ અમને પણ ખબર નથી.

પોલીસે છોકરા વાળા અને છોકરી વાળા ૪ લોકોની સામે કેસ દાખલ કર્યો હતો અને તેના ૨ કલાક પછી વરરાજા અને દાદાને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ વરરાજા તેમની વહુને લઈને તેમના ઘરે પણ જતા રહ્યા હતા.

error: Content is protected !!