લગ્ન માટે રજાઓ ન મળતા મહિલા કોન્સ્ટેબલની પોલીસ સ્ટેશનમાં જ પીઠી કરવામાં આવી.

હાલ કોરોના સંક્રમણ આખા દેશમાં ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યો છે.જયારે આ સમયે ડોક્ટર ,સ્વાસ્થકર્મીઓ અને પોલીસ કર્મીઓ ખડે પગે ઉભા રહીને આ મહામારીમાં કામ કરી રહયા છે.

આ કર્મચારીઓને સમયસર નાતો તેમના ઘરે જઈ શકે છે કે ના કોઈ રાજાઓ તહેવારમાં મળે છે.ત્યારે રાજસ્થાનના એક પોલિસ સ્ટેશન માંથી એક એવી જ ઘટના સામે આવી છે.

રાજસ્થાનના ડુંગરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા એક મહિલા પોલીસ કર્મચારી સાથે કંઈક આવી જ ઘટના જોવા મળી છે.આ મહિલા પોલીસ કર્મચારીને પોતાના લગ્ન હોવા છતાં કોરોના મહામારીના કારણે રાજા ન મળતા આ મહિલા પોલીસ કર્મચારીની પીઠી પોલીસ સ્ટેશન માંજ કરવામાં આવી હતી.આ ઘટનાના ફોટા સોસીયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહી છે.

મળતી માહિતી અનુસાર કોન્સ્ટેબલની પોસ્ટ પર ફરજ બજાવતી આશા નામની યુવતીના લગ્ન 30 એપ્રિલના રોજ થવાના છે.કોરોના મહામારીના કારણે આ મહિલા પોલીસ કર્મચારીને લગ્નના પહેલા રજા ન મળતા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ

મહિલા પોલીસ કર્મચારીની પીઠી કરીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.આશાનું કહેવું છે કે રાજસ્થાનમાં લાગેલા લોકડાઉનના કારણે મને લગ્ન માટે રજાઓ ન મળી હતી તેથી પોલીસ સ્ટેશન માંજ મારી પીઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે હવે મને લગ્ન માટે રજાઓ મળી ગઈ છે.

error: Content is protected !!