આ બે વ્યક્તિઓ કારમાં ખાનગી ખાનું બનાવીને એટલા બધા રૂપિયા લઇ જઈ રહ્યા હતા કે, પોલીસને પણ ગણતા ગણતા પરસેવો છૂટી ગ્યો…

દેશભરમાં હાલમાં એવા કેટલાય કિસ્સાઓ નજરે ચડતા હોય છે જેને જાણીને લોકોના મોઢા ખુલ્લા જ રહી જતા હોય છે. તેવામાં હમણાં ગુજરાતની રતનપુર બોર્ડર ઉપર બે શખ્સોને એક ગાડી સાથે ગાડીમાં સંતાડીને ૪.૫૦ કરોડ રૂપિયાની બિનહિસાબી રકમ લઈને આવી રહ્યા હતા.

રતનપુર બોર્ડર ઉપર પોલીસે આ આવતી કારને ઉભી રાખીને તેની ચકાસણી કરી તો, આ કારમાંથી ૪.૫૦ કરોડની રોકડ રકમ ચોર ખાનામાં સંતાડીને લાવી રહ્યા હતા. જેથી પોલીસે આ બંને શખસોની ધરપકડ કરીને આગળની પુછપરછ કરીને તપાસ ચાલુ કરી છે.

આ બંને શાતીર લોકો કારમાં એક ચોર ખાનું બનાવ્યું હતું અને તેમાં આ રોકડ ૪.૫૦ કરોડનું બિનહિસાબી નાણું લઈને આવી રહ્યા હતા. જેમાં પોલીસે આ બંને શાંતિરોને પકડી લીધા છે અને તેમની પુછપરછ કરવાની ચાલુ કરી છે.

આ સમગ્ર રોકડ રકમ જપ્ત કરી લેવાઈ છે અને તેની તપાસ પણ કરવામાં આવી રહી છે, આ પૈસા કોના છે અને ક્યાં પહોંચાડવાના છે. તેની પાછળનું રેકેટ શું છે તેને લઈને પોલીસ હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!