મોટા પગારની નોકરી છોડીને સ્વર્ગીય પિતાનું અધૂરું સ્વપ્નું પૂરું કરવા માટે આ દીકરી IAS અધિકારી બની.

ઘણા લોકો જીવનમાં કંઈક કરવાનું નક્કી કરી લે છે, અને પછી તે તેને પૂરું કરવા માટે પુરેપુરી મહેનત કરીને તેને મેળવી લેતા હોય છે. આજે આપણે એક એવા જ મહિલા વિષે વાત કરીએ જેઓએ યુપીએસસી પરીક્ષામાં પાસ થઈને તેમના પિતાનું અધૂરું સ્વપ્નું પૂરું કર્યું હતું અને IAS અધિકારી બન્યા હતા.

જેમનું નામ સ્વીટી સેહરાવતના છે. તેઓના પિટનનું સ્વપ્ન એવું હતું કે તેમની દીકરી આઈએએસ અધિકારી બને અને તે તેમની દીકરીએ સ્વપ્નું પૂરું કરીને બતાવ્યું હતું. સ્વીટીના પિતા દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા

અને તેઓનું વર્ષ ૨૦૧૩ માં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના પિતાના સ્વપ્નને પૂરું કરવા માટે સ્વીટી જે વખતે ૨૮ વર્ષની હતી તે વખતે તેઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે તેમની નોકરી પણ છોડી દીધી હતી.

સ્વીટી ડિઝાઇન એન્જિનિયર હતી ત્યારે તેને આ નોકરી છોડી દીધી હતી અને તેઓ યુપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલુ કરી દીધી હતી, તેઓએ પરીક્ષા આપીને અંતે સફળતા મેળવી લીધી હતી

અને તેઓએ ૧૮૭ માં ક્રમ સાથે UPSC પાસ કરી હતી. તેઓએ તેમના જીવનમાં ઘણા પાડવો પાર કરીને અંતે IAS અધિકારી બની ગયા હતા. તેમના ભાઈ હરીશ તેઓ પણ સીઆઈએસએફમાં સબ ઇન્સપેક્ટર તરીકેની ફરજ કરે છે.

તેઓ હંમેશાથી એવું જ કહે છે કે તેમના પિતા એવું કહેતા હતા કે તમે IPS અને IAS બનતા જોવા છે, પણ તેમના સ્વપ્નને અમે પૂરું કરીએ તેની પહેલા તો અમારા પિતા અમને છોડીને જતા રહ્યા અને તેમની સ્વપ્નું મારી બહેને IAS બનીને પૂરું કર્યું.

error: Content is protected !!