પિતાને મળવા દોઢ વર્ષ પછી તેની દીકરી આવી તો પણ પિતાને ના મળી શકી,આ જાણીને તમારા પણ ચક્કા છૂટી જશે..

હાલ ચાલી રહેલ આ કોરોનાની મહામારીના સમયગાળામાં સૌથી વધારે ખરાબ બાબત તો એ છે કે એકાંતની શ્વાસ લેતી મૃત્યુ કેમ કે તેવા સમયે તમારી પાસે કોઈ નથી હોતું અને કોઇ પણ પરિવારનો સભ્ય તમારા શરીરને સ્પર્શ પણ નથી કરી શકતું અને એક એવો કિસ્સો ગુજરાતના ભરૂચ શહેરનો છે કે જ્યાં આ એક પુત્રી દોઢ વર્ષ પછી તેના પિતાને મળવાની માટે ઘરે આવી હતી અને તેના પિતાને કોરોના થવાથી તે તેના પિતાને પણ મળી નહતી શકી.

જે સમયે આ દીકરી તેના ઘરે પહોંચી તો તેવામાં તેના પિતાને કોવિડ સ્મશાનમાં લઈ જવાયા અને આ પુત્રી દૂરથી પાપા-પપ્પા કરતી રહી અને આ હૃદયસ્પર્શી ઘટના એવી હતી કે ત્યાં ઉભા લોકો પણ ભાવુક બની ગયા હતા.

ભરૂચ શહેરના સ્ટેશન રોડની ઉપર સ્થિત આર.કે.કાસ્ટા એપાર્ટમેન્ટમાં રહેતા ૬૨ વર્ષિય કમલ કિશોર મુન્દ્રા અને તેની પત્નીને કોરોના હતો અને તેમની સ્થિતિ વધુ વણસી ગઈ હતી અને તેથી જ તેમને ભરૂચની કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.

આ વાતની જાણ થતાની સાથે જ પુત્રી પિતાની હાલત પૂછવા સીધી નાગપુરથી ભરૂચ આવી ગઈ હતી અને આનું નામ નેહા છે નેહાએ ઘરે આવે તેની પહેલા તેના પિતાનું કરુણ મોટ થયું હતું.

જે વખતે નેહા નાગપુરથી ભરૂચ આવી રહી હતી તેવામાં તેને તેના પિતાના મોત વિષે માહિતી અપાઈ હતી અને તે ઘરે પહોંચી ત્યારે તેને વધારે સદમો લાગ્યો હતો કેમ કે,તેને ખબર હતી કે તે તેના પિતાને ક્યારેય ના મળી શકે અને તેથી તે સીધી સ્મશાન દોડીને ગઈ હતી પણ કોવીડની ગાઇડલાઇન પ્રમાણે તેને તેના પિતાની જોડે જવાની મંજૂરી નહોતી.

નેહા મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તેનો અભ્યાસ કરે છે અને અહીંયા ગયા વર્ષે કોરોના હોવાથી તે ઘરે નહતી આવી શકી અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ ગયો અને તેથી તેના પિતાને પણ કોરોના થઇ ગયો અને તેમને પણ વેન્ટિલેટર ઉપર રાખવા પડ્યા હતા અને તેમની તબિયત વધારે બગડતા નેહા દોઢ વર્ષના પછી ઘરે આવી હતી.

error: Content is protected !!