કાંધ આપવા ચાર માણસ પણ ના મળ્યા, પિતાના મૃતદેહને કાર ઉપર બાંધીને સ્મશાને લઇ જવા મજબુર બન્યો આ દીકરો…
કોરોનાની કહેર દેશમાં ફેલાઈ ગઈ છે તેવામાં હાલની સ્થિતિમાં દેશની તમામ હોસ્પિટલો ઉભરાઈ રહી છે. લોકોંને બેડ પણ નથી મળી રહ્યા અને ઓક્સિજનની પણ અછત થઇ છે.
આવી પરિસ્થિતિમાં લોકો ખુબ જ હેરાન થઇ ગયા છે. સ્મશાનોમાં પણ મોટી લાઈનો જોવા મળી રહી છે અને તે મૃતદેહોને લઇ જવાની માટે શબવાહિનીઓ પણ નથી મળી રહી.
હાલમાં તેવો જ એક કરુણ કિસ્સો આગ્રામાં જોવા મળ્યો છે,ત્યાં પણ કોરોનાની સ્થિતિ બહુ જ ખરાબ બની ગઈ છે અને ત્યાં પણ આવી જ સ્થિતિ છે લોકોને બેડ નથી મળી રહ્યા. તેવામાં લોકોને મૃત્યુ પછી પણ ખભોએ નથી મળતો.
આગ્રામાં જયપુર હાઉસ નજીક પોલીસ ચોકી વિસ્તારમાં રહેતા મોહિતના પિતાને શનિવારે કોરોનાથી મોત થયું હતું. મોહિતે કેટલાય પ્રયત્નો કરવા છતાં પણ મૃતદેહને સ્મશાને લઇ જવાની માટે એમ્બ્યુલન્સ નહતી મળી. આવડી મોટી મજબૂરીથી મોહિતે તેના પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાને લઇ ગયો હતો.
આ દ્રશ્ય જોયા પછી જોવા વાળા લોકોની પણ આંખો ભીની થઇ ગઈ હતી, આગ્રામાં સતત લોકોના મોત થઇ રહ્યા છે અને તેમને લઇ જવાની માટે એમ્બ્યુલન્સ પણ નથી મળી રહી અને લોકોને આ મોટી મહામારીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના બધા જ સ્મશાનો હાલમાં ફુલ થઇ ગયા છે અને ત્યાં લાંબી લાઈનો પણ લાગી ગઈ છે.