આ 85 વર્ષના વૃદ્ધના 4 કરોડપતિ છોકરાઓના કરોડોના બંગલામાં પોતાના ઘરડા બાપ માટે 1 ફૂટ પણ જગ્યા નથી.

આ વાત છે એ બાપની કે જે ને કેટલા દુઃખ તકલીફો સહીને પોતાના બાળકોને મોટા કર્યા હશે અને પોતે નવા કપડાં નહિ પહેર્યા હોય પણ પોતાના છોકરાઓને જરૂરથી કપડાં પહેરાવ્યા હશે.

પોતે ઉગારા પગે ચાલ્યા હશે પણ પોતાના છોકારોને ચપ્પલ પહેરાવ્યા હશે. ૮૫ વર્ષના આ બાપાની વાત સંભારીને તમારી આખો માંથી આંસુ નીકળી જશે. આ વૃદ્ધ વ્યક્તિના દીકરા કરોડપતિ છે પણ તેમના કરોડોના બંગલામાં આ ઘરડા બાપ માટે એક ફુટની જગ્યા નથી.

આ વાત પાટણની છે આ ૮૫ વર્ષના વૃદ્ધનું નામ રામદાસ છે. તેમના 4 બાળકો છે. 2 છોકરા અને 2 છોકરીઓ એમને ભણાવી ગણાવીને એટલા કાબિલ બનાવ્યા કે આજે કરોડો રૂપિયા કમાઈ રહયા છે.

રામદાસની ઉંમર થઇ ગઈ હતી એટલે દીકરાઓ પણ બાપને બોજ માનવા લાગ્યા. બંને દીકરાઓ માંથી એક પણ દીકરો પોતાના ઘરડા બાપને તેમના કરોડોના બંગલામાં રાખવા માંગતા ન હતા.

એક દિવસે બન્ને દીકરા પોતાના ઘરડા બાપને મંદિરના પગથીએ છોડીને ભાગી ગયા. લાચાર રામદાસ કંઈપણ બોલ્યા ચાલ્યા વગર અને ખાધા પીધા વગર ૨ દિવસ સુધી મંદિરની બહાર બેસી રહ્યા.

વૃદ્ધ આશ્રમના લોકોને આ વાતની જાણ થઇ ત્યારે તે રામદાસને આશ્રમમાં લઇ આવ્યા. હદ તો ત્યારે થઇ ગઈ જયારે રામદાસના પૌત્રનું લગ્ન હતું અને રામદાસના ફરિયાના લોકો તેમને મળવા માટે આવ્યા તે કીધું કે તમારા રાહુલના લગ્ન છે.

પૌત્રના લગ્નમાં દાદાને પણ નહતા બોલાવવામાં આવ્યા આ વાત સંભારીને રામદાસ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. અમે આવા છોકરાઓને એક વાત કહેવા માગીશું કે જે લોકો પોતાના માં બાપાને ઘરમાંથી કાઢી મૂકે છે. તેમને ખબર નહિ હોય કે આ દુનિયામાં ભગવાનથી મોટું કોઈ નથી અને નિયતિ ક્યારેય કોઈને છોડતી નથી. આજે નઈ તો કાલે કરેલા કર્મ તો ભોગવવા જ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!