પિતાએ રીક્ષા ચલાવીને દીકરીને ક્રિકેટમાં આગળ વધવા સપોર્ટ કર્યો તો દીકરીએ પણ ઘણી મહેનત કરીને હાલમાં IPL માં સિલેક્ટ થઈ પરિવારનું નામ રોશન કર્યું.
ભારત દેશની બધી જ દીકરીઓ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે અને તેમના પરિવારનું નામ પણ દેશભરમાં રોશન કરતી હોય છે. આજે દીકરીઓ અભ્યાસથી લઈને વ્યવસાય ક્ષેત્રે પણ આગળ વધી રહી છે અને મોટું નામ પણ બનાવતી હોય છે.
આજે એક એવી જ દીકરી વિષે જાણીએ જે વર્ષ ૨૦૨૩ ની IPL ની ટીમમાં સિલેક્ટ થઇ છે.આ દીકરી રાજકોટની છે અને તે સૌરાષ્ટ્રની ટિમમાં દીકરીની પસંદગી થઇ છે, દીકરી વિમેન્સ IPL-૨૦૨૩ માં બોલિંગ અને બેટિંગમાં ધૂમ મચાવી રહી છે.
દીકરીનું નામ જયશ્રીબા જાડેજા છે અને તે મૂળ જામનગરની રહેવાસી છે. આ દીકરીએ વર્ષ ૨૦૦૭ થી જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને સારી એવી તાલીમ મેળવી હતી.
તેમના નાનપણથી જ ક્રિકેટ રમવાનો ઘણો શોખ હતો તો સતત સાત વર્ષ સુધી તેઓએ ક્રિકેટની તાલીમ મેળવી હતી. આમ જયારે અહીંયા ઈન્ટર ડીસ્ટ્રીકટ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રી શરુ થઇ તો તેઓનું નામ સિલેક્શનમાં આવ્યું હતું. તેમના પિતા ઓટો ચલાવે છે અને પરિવાર ચલાવી રહ્યા છે, આવી જ રીતે તેઓએ પરિવારને ટેકો કર્યો હતો.
આમ તેઓએ દીકરીને સપોર્ટ આપ્યો તો હાલમાં દીકરી ટિમમાં સિલેક્ટ થઇ અને અત્યારે તાલીમ મેળવી રહી છે અને હવે મોટી સિદ્ધિ પણ મેળવશે. તેમના પિતાનું બે વર્ષ પહેલા જ નિધન થઇ ગયું હતું આમ તેઓએ સારો એવો સ્કોર પણ કરેલો છે અને તેમને હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટિમમાં રમવાનો ચાન્સ મળ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.