કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે સુરતની આ શાળા બની પિતા, કરી કંઈ એવી મદદ કે તેવા બાળકોનું આખું જીવન સુધરી ગયું.

કોરોનાએ ઘણા ઘરના મોભીઓનો જીવ લીધો છે. ઘણા બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે હવે એવા પરિવારો પર છોકરાઓના ભણતર વિશેની ચિંતા ઉભી થઇ છે.

ત્યારે સુરતની એક સ્કૂલએ માનવતા બતાવી છે. સુરતની આ સ્કૂલે જાહેરાત કરી છે કે જે બાળકોએ કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવી હશે તેને ફ્રી માં એડમિશન આપવામાં આવશે.

આ પહેલ સુરતની વિદ્યાકુંજ સ્કૂલે કરી છે. આ મહામારીના સમયમાં ઘણા લોકોએ મદદ માટે અન્ન ભંડાર ખોલી દીધા તો કેટલાકે પોતાની કરોડોની ગાડીને એમ્યુલન્સ બનાવી દીધી. તો કોઈ એ પોતાના ઘરને કોવીડ સેન્ટર બનાવી દીધું. આ બધાની વચ્ચે સુરતની વિદ્યાકુંજ શાળાએ જરા હટકે પહેલ કરી છે. આ પહેલ પણ એવી કે જે ઘણા માસુમ બાળકોના ભવિષ્યને બચાવશે.

સુરતની વિદ્યાકુંજ શાળાએ જાહેરાત કરી છે કે જે બાળકોએ કોરોનામાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને ફ્રી માં 12 માં ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવશે.

જેથી આ બાળકોનું ભવિષ્ય અંધકારમાં ના ધકેલાય અને શિક્ષણથી વંચિત ન રહી જાય. આ જાહેરાત બાદ અત્યાર સુધી 12 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવ્યું છે. આનાથી એ બાળકોની માતાના મોઢા પર પણ સ્મિત જોવા મળી રહ્યું છે.

error: Content is protected !!