પેટ્રોલ પમ્પ ઉપર ગાડીઓમાં પેટ્રોલ પૂરતા એક પિતાએ આટલા સંઘર્ષો કરીને તેમના દીકરાને કલેકટર બનાવ્યો…

જો તમારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો, તેની માટે તમારે સખ્ત મહેનત કરવી પડે છે, તેવો જ એક કિસ્સો જેમાં આજે ૨૪ વર્ષની ઉંમરના પ્રદીપસિંહ જેઓએ UPSC સિવિલ સર્વિસની પરીક્ષામાં ૯૩ રેન્ક લાવીને ટોપમાં આવ્યા છે. આ પ્રદીપના જીવનના સંઘર્ષ વિષે જાણીને તમે પણ સ્તબ્ધ રહી જશો.

પ્રદીપસિંહ મૂળ બિહારના ગોપાલગંજના રહેવાસી છે, અને તેઓનો આખો પરિવાર ઇન્દોરમાં આવીને રહ્યો છે. તેઓના પિતાજી એક પેટ્રોલ પમ્પ ઉપર કામ કરતા હતા. તેઓની સ્થિતિ ખુબ ખરાબ હતી. તેમના પરિવારમાં તેઓ ચાર લોકો રહેતા હતા.

તેઓનો પરિવાર ઇન્દોર આવ્યો અને પ્રદીપે સિવિલ સર્વિસની તૈયારી ચાલુ કરી હતી અને તેને વધુ તૈયારી કરવા માટે દિલ્હી આવવું હતું. ત્યારબાદ તેમના પિતાજીની સ્થિતિ આર્થિક રીતે ખરાબ હતી.

જેથી ફી ભરવા માટે પ્રદીપ સિંહના પિતાએ તેમનું મકાન પણ વેચી દીધું હતું અને તેથી તેઓ વર્ષ ૨૦૧૭ માં દિલ્હી આવીને તૈયારી ચાલુ કરી હતી. તેવામાં અચાનક એક વાર મારી તૈયારી ચાલુ હતી અને ઘરે મારી મમ્મીની તબિયત ખરાબ થઇ હતી,

જેથી તેમના દવાખાનાના ખર્ચ માટે પણ તેઓએ તેમના ગામડે હતી તે જમીન પણ વેચી દીધી હતી. જેથી પ્રદીપ સિંહને દિલ્હીમાં તૈયારી કરવામાં કોઈ આર્થિક તકલીફ ના પડે. આમ પ્રદીપ સિંહના પિતાજીએ જેટલા સંઘર્ષો કર્યા હતા તેનું જ પરિણામ ૨૦૧૮ માં મળ્યું હતું.

પ્રદીપ ટોપમાં ૯૩ ની રેન્કથી વર્ષ ૨૦૧૮ માં IRS ઓફિસર બની ગયા હતા, અને તેઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરવા પાછળ તેમના માતા-પિતાનો અગત્યના ગણાવ્યા હતા.

error: Content is protected !!