પીપળાના ઝાડની પૂજાનું શું મહત્વ છે. જાણો અને પોતાની બધી તકલીફો દૂર કરો.
પીપળાના ઝાડને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. પીપળાના વૃક્ષમાં ત્રિદેવોનો વાસ હોય છે. ભગવાન બુદ્ધએ પણ પીપળાના ઝાડ નીચે બેસીને આત્મજ્ઞાન મેળવ્યું હતું. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડનું પૂજન કરવું જોઈએ.
શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે છે. શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો ખુબજ શુભ માનવામાં આવે છે.
જે લોકો પીપળાની પૂજા કરે છે. તેમના ઉપર માતા લક્ષમી અને ભગવાન વિષ્ણુ આશીર્વાદ ના પ્રાપ્ત થાય છે. સાથે સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જો તમે તમારા ઘરે એક પીપળાનો છોડ વાવીને તેનો ઉછેળ કરવાથી જાતકના ઘરે કોઈપણ પ્રકારની તકલીફો આવતી નથી અને કોઈપણ જાતનું કષ્ટ સહન કરવું પડતું નથી.
પીપળાના ઝાડની 7 વાર પ્રદક્ષિણા કરવાથી કાલ સર્પદોષ દૂર થાય છે. શનિવારના દિવસે પીપળાના ઝાડને અડવું ખુબજ શુભ માનવામાં આવે છે. પીપળાના ઝાડમાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે.
માટે દરરોજ પીપળાના ઝાડને પાણી ચઢાવવું ખુબજ શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો દરરોજ પીપળાના ઝાડની પૂજા કરો તમે જલ્દી જ ગરીબી માંથી બહાર આવી જશો.