પત્નીની તબિયત અચાનક બગડતા હોસ્પિટલ પહોંચે તેની પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું તો તેના વિયોગમાં પતિએ જે પગલું ભર્યું તેનાથી સૌ કોઈ હચમચી ગયા.

પતિ-પત્નીનો સબંધ એ દુનિયામાં અનોખો સબંધ છે, જયારે લગ્ન મંડપમાં પતિ-પત્ની સાત જન્મો સુધી સાથે રહેવાની કસમો ખાતા હોય છે પછી તેને લગ્ન જીવનમાં નિભાવતા પણ હોય છે. એવા જ એક પતિ-પત્નીના પ્રેમ વિષે જાણીએ,

જેમાં પત્નીના મૃત્યુ બાદ તેનો વિયોગ પતિ સહન નહતો કરી શક્યો તો તેને પણ તેનું જીવન ટૂંકાવી દીધું હતું.આ કિસ્સો મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના શુજાલપુરમાં બન્યો છે, અહીંયા એક દંપતી રહેતું હતું અને તેમાં ૨૧ વર્ષની સંજનાના લગ્ન દોઢ વર્ષ પહેલા અહીંયા રહેતા લખન સાથે થયા હતા.

લખન કડિયાકામ કરતો હતો અને તેનો પરિવાર ચલાવતો હતો. તે તેના પરિવાર સાથે રહેતો હતો, એવામાં હાલમાં સંજનાને પેટમાં દુખાવો થયો હતો.ત્યારબાદ ઉલ્ટી પણ થવા લાગી હતી તો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

ત્યાં પહોંચે તેની પહેલા જ તેનું રસ્તામાં જ મૃત્યુ થઇ ગયું હતું. આમ સંજનાના મૃત્યુ બાદ તેનો પતિ લખન ખુબ જ દુઃખી થઇ ગયો હતો. હોસ્પિટલથી બધા જ લોકો ઘરે આવ્યા અને બધા જ લોકો જયારે ઘરે આવ્યા તો રડી રહ્યા હતા.

પત્નીના મૃત્યુનો લખનને વિયોગ લાગ્યો હતો તો તેને પણ ઘરમાં જ તેનું જીવન ટૂંકાવી દીધું હતું, જયારે તેને જોવા તેમના સબંધી ગયા તો તેને જોતા જ તેમની બૂમ નીકળી ગઈ અને ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. આમ પત્નીના મૃત્યુ બાદ પતિ પણ થોડા જ સમયમાં દુનિયાને અલવિદા કહી ગયો તો આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!