પત્નીની સારવારની માટે ૭ વર્ષના બાળકને ગીરવે મૂક્યું હતું, આખી વાત જાણીને આંખો માંથી આંસુ આવી જશે.
હાલમાં દરેકે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક મજબૂરી હોય જ છે અને તેની માટે એવા કેટલાક પગલાં ભરવા પડતા હોય છે કે જેથી તેઓની સમાજમાં બરબાદી પણ થઇ જતી હોય છે,
અને તેવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લામાંથી બહાર આવ્યો છે કે જ્યાં એક મજબુર માતા અને પિતાને તેમના જ ૭ વર્ષના બાળકને ગીરવે મુકવો પડ્યો હતો અને તેની પાછળની આ ઘટના જાણીને તમે પણ રડી પડશો.
આ ઘટનાએ માલપુર તાલુકાના ગામમાં એક એવો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે કે જેને જાણીને તમે પણ ચોકી જશો તેમાં એક બાળકને તેનો માતાને વાલ્વની બીમારી હોવાથી તેમના ઈલાજની માટે પૂરતા પૈસા તેમના પરિવાની જોડે નહતા અને જેથી આ મહિલાના પતિએ કોઈની પાસેથી પૈસા લઈને આ બાળકને ગીરવે મૂક્યું હતું.
આ બાળકની કોઈએ ફરિયાદ કરવામાં આવી હતી અને જેની અંદર અગમ ફાઉન્ડેશનના પ્રમુખનું એવું કહેવું છે કે તેમને એક ફોન આવ્યો હતો અને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ખંભેસાર પંટકમાં એક બાળક વગર ચંપલે બે દિવસથી ત્યાં તડકામાં ફરી રહ્યું છે
અને આ ફાઉન્ડેશન વાળા ત્યાં પહોંચી ગયા હતા અને બાળ સુરક્ષા વિભાગને ફોન પણ કરીને બોલાવી દીધા હતા અને ત્યાંથી આ બાળકને લઈને મોડાસા લઇ આવ્યા હતા અને તેને બાળ સુરક્ષાને સોંપવામાં આવ્યું હતું.
આ બાળકને આમતેમ ફરતું ત્યાંના એક જાગૃત નાગરિકે જોયું હતું અને તેની પુછપરછ કરી અને એવું જાણવા મળ્યું હતું કે,તેના મમ્મીની સારવારની માટે તેના પપ્પા તેને સાત હજાર રૂપિયામાં ગીરવે મૂકીને ગયા છે અને આ યુવકે આગમ ફાઉન્ડેશનને જાણ કરી હતી અને આ બાળકને સલામત રીતે રેસ્ક્યુ કરાયું હતું.