કોરોના દર્દીઓના જીવ બચાવવા માટે આ રીક્ષા ડ્રાઈવરે પોતાની પત્નીના દાગીના વેચી દીધા.

દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે કોરોના દર્દીઓને સમયસર સારવાર અને દવાઓ પણ નથી મળી રહી. અત્યારે જ્યાં જોવો ત્યાં લાઈનો જ લાઈનો છે

દવા માટે લાઈન ઓક્સિજન માટે લાઈન અને જો તમે કોરોના પોજીટીવ આવ્યા તો હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઈન અને જો છેલ્લે મૃત્યુ થયું તો સ્મશાનમાં પણ લાઈન. આવા સમયમાં કેટલાક લોકો માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયા છે.

એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક રીક્ષા ચાલકે પોતાની પત્નીના દાગીના વેચીને એમ્યુલસ બનાવી દીધી છે અને હવે કોરોનાના દર્દીઓની ફ્રીમાં સેવા કરી રહ્યા છે.

આ ઘટનાની લોકો સોસીયલ મીડિયા પર ખુબજ પ્રસંશા કરી રહયા છે. જેને જોઈને ઘણા લોકોમાં પણ મદદ કરવાની હિંમત આવી ગઈ છે. ભોપાલના એક રીક્ષા ચાલક જાવેદે કોરોના ગ્રસ્થ લોકોની સેવા કરવા માટે પોતાની રિક્ષાને એબ્યુલન્સમાં ફેરવી દીધી છે.

તેમની રિક્ષામાં ઓક્સિજન સિલિન્ડર સાથે ઓકસોમીટર, PPE કીટ જેવી સુવિધાઓ છે. મળતી માહિતી મુજબ જાવેદ કોરોના દર્દી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યો છે.

જે દિવસમાં માંડ માંડ 300 રૂપિયા કમાય છે. જેથી પોતાની એમ્બ્યુલન્સના ખર્ચને ચલાવવા માટે તેને પોતાની પત્નીના દાગીના પણ વેચી દીધા છે. જાવેદે લોકોની પરિસ્થિતિ જોઈને આ સેવા ચાલુ કરવાનું વિચાર્યું હતું. આ માટે તેમને પોતાની પત્નીના દાગીના પણ વેચવા પડ્યા હતા સલામ છે આવા માણસોને.

error: Content is protected !!