બીમાર પતિને જાપાન થી પાછો લાવવા ૧.૨૫ કરોડ ની જરૂર, પત્ની અને દીકરી એ કરી સરકાર ને પોકાર

આપણા દેશમાં અને વિશ્વમાં કોરોનાએ મોટો કહેર મચાવી દીધો છે અને તેની વચ્ચે અવાર નવાર એવા કેટલાક હૃદય સ્પર્શી કિસ્સાઓ બનતા હોય છે કે,જેનાથી લોકો મદદ માટે એક બીજાને આજીજી કરતા હોય છે

તેવો જ એક કિસ્સો આ મહેસાણાના એક પરિવારની સાથે હાલમાં થયો છે આ પરિવારનો એક સભ્ય આજે જાપાનની અંદર એક મોટી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે તેની ઈચ્છા છે ભારત પાછા આવવાની તો પણ તે નથી આવી શકતો.

મહેસાણા જિલ્લાના ભેસણા ગામમાં રહેતા શિક્ષક હરિભાઈ પટેલનો પુત્ર જયેશભાઇ પટેલ ૩ વર્ષની પહેલા નોકરી અર્થે વર્ક પરમીટની ઉપર જાપાન ગયો હતો અને ત્યાં જઈને તે રોજગાર માટે સેટ પણ થઇ ગયો હતો

અને હાલમાં ૭ મહિના અગાઉ તેને ટીબીની ગંભીર બીમારી થઇ ગઈ હતી અને એકએક તેને જાપાનની મોટી હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું અને જેથી તે તેની કમાયેલી રકમ પણ દવાખાનામાં જતી રહી અને હાલમાં ખર્ચાળ સારવાર અને બીમારીની હાલતમાં તેને ભારત લાવવાની માટે અંદાજિત રૂપિયા ૧.૨૫ કરોડનો ખર્ચો થાય તેમ છે.

આવડો મોટો ખર્ચો તેમનો પરિવાર ઉઠાવી શકે તેમ નથી પરિવાર હાલમાં ગરીબીનો સામનો કરી રહ્યો છે,જયેશભાઈના પત્ની પણ કહી રહ્યા છે કે મારા પતિની હાલત ખુબ જ નાજુક છે અને તેમને ખાલી મારે અહીંયા પાછા લાવવા છે

લોકો પાસે તે મદદની ગુહાર પણ લગાવી રહી છે.એટલું જ નહિ પોતાના પુત્રની દેખરેખની માટે જયેશભાઈના પિતા અહિયાંથી કેટલીક ચીજ વસ્તુઓ વેચીને અહીંથી જાપાન પહોંચી ગયા હતા.પિતા પણ તેમના આ દીકરાને ભારત પાછો લાવવા માંગી રહ્યા છે પણ જાપાનની આ હોસ્પિટલ ફીટ ટુ ફ્લાય સર્ટિફિકેટના આપતા પરત નથી આવી શકતા.

અમે સરકારશ્રીને ગૃહ મંત્રી અમિત શાહને પણ લખાણ મોકલ્યું છે અને તેમની બાજુએથી ઝડપથી કઈ પ્રતિસાદ મળે તેની રાહ જોઈ રહ્યા છે અને લોકોની પાસે મદદની ગુહાર પણ લગાવી રહ્યા છે.

error: Content is protected !!