પતિનુ કોરોનાથી મોત થતા હોસ્પિટલની બહાર પત્નીનુ હૈયાફાટ રૂદન જોઈ હોસ્પિટલ સ્ટાફ પણ ભાવુક થઇ ગયો.

વાત કરીએ રાજકોટની તો રાજકોટ સિવિલ હોસ્પિટલની ટ્રોમા સેન્ટરનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે,આ વિડીયો બુધવાર રાતનો હોવાનું સામે આવ્યું છે.આ વીડિયોમાં રાજકોટના જ એક રહેવાસી કોવીડ વોર્ડમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે પરિવારના લોકોને મૃતદેહના દર્શન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.

જયાં ટ્રોમા સેન્ટરની સામે જ પતિના મૃતદેહને જોતા જ પત્ની હૈયાફાટ રુદન કરવા લાગી હતી.આ જોઈને આજુ બાજુના લોકો આ મહિલાનું રુદન જોઈને ભાવુક થઇ ગયા હતા.

મહિલા તેના પતિના મૃતદેહને સામે ઉભી રહીને બૂમો પડી રહી હતી કે ઉભા થઇ જાઓ તમને કઉ છુ.મહિલાની આ વેદના જોઈને હોસ્પિટલ સ્ટાફ સહીત આજુ બાજુના લોકો પણ ભાવુક થઇ ગયા હતા.

કોરોના અત્યારે આખા ગુજરાતમાં કાળ બનીને વરસી રહ્યો છે. માટે ગુજરાતની દરેક હોસ્પિટલની બહાર તમને આવા દ્રશ્યો જોવા મળશે.જયાં તમે દર્દીના પરિવારની વેદના જોઈ શકશો.

જો શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ઓછું રાખો અને માસ્ક અને સોસીયલડિસ્ટન્સનું પાલન કરો.તમારો જીવ તો બચી જશે.કોરોનાનું નવું રૂપ ખુબજ ખતરનાક છે.જેથી મોટા ભાગના લોકોનું મોત થઇ જાય છે.

error: Content is protected !!