ઓક્સિજનનો સપ્લાય કરતા ભાઈની તબિયત બગડી તો તેમની પત્નીએ જ રિફિલિંગનું કામ ચાલુ કરી દીધું…

હાલમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ગંભીર બની ગઈ છે અને તેની વચ્ચે લોકો ઓક્સિજનની માટે તડપી રહ્યા છે.આવી સ્થિતિમાં લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળ્યા અને ઓક્સિજનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.હાલમાં એક એવો જ કિસ્સો જોવા મળ્યો છે કે જેથી તમને પણ હિંમત આવી જશે.

આ કિસ્સો રાજકોટ જિલ્લાના ધોરાજીનો છે અહીંયા ઓક્સિજનનો સપ્લાય કરતા અનુભાઈ નામના વ્યક્તિની તબિયત છેલ્લા અઠવાડિયાથી બગડવાથી આ કોરોનાના કપરી સ્થિતિમાં તેમના પત્ની હાલ આગળ આવ્યા છે.

તેમની પાસે ૩૦૦ જેટલા ઓક્સિજનની બોટલો છે અને તેને ભરાવવાની માટે જામનગર જવું પડે છે.આ ઓક્સિજન સપ્લાય કરવાનું કામ કરી રહ્યા છે તે બેનનું નામ પ્રીતિબેન છે.

ધોરાજી અને તેની આજુબાજુના વિસ્તારોમા સરકારી,ખાનગી અને હોમમાં આઇસોલેશન પર હોય તેવા વ્યક્તિઓને તેમના પતિની ગેરહાજરી ઉપર આ ઓક્સિજનની સપ્લાય બંધના રહે તેની માટે પ્રીતિબેન ૨૪ કલાક માટે મદદે આવી ગયા છે.

તેઓ હાલ સરકારની પાસે મદદ માંગી રહ્યા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે,આ બોટલો ભરાવવાની માટે મને કંઈક મદદ કરી આપો જેથી એક ગાડી વધારે થાય અને વધુ લોકો સુધી ઓક્સિજન પહોંચી શકે.

પ્રીતિબેનનું એવું કહેવું છે કે,મારા પતિનો આ ધંધો છેલ્લા ૮ વર્ષથી ચાલુ છે અને તેઓ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓક્સિજન પૂરો પાડે છે અને મને તેની થોડી ફાવટ હતી,એટલે મારે ધંધો ચાલુ રે અને લોકોની સેવા પણ થાય તેનાથી બધાની મદદ થઇ જાય.

પ્રીતિબેનને પોતાનો પાર્લરનો પણ ધંધો છે અને તે બંધ રાખીને લોકોની મદદે આવી ગયા છે અને આ કામની સાથે સાથે તેઓ તેમના પતિની અને ઘરની પણ એકલા હાથે સાર-સંભાળ પણ લઇ રહ્યા છે. લોકો એકબીજાની હાલમાં જુદી-જુદી રીતે મદદ પણ કરી રહ્યા છે.

error: Content is protected !!