પત્નીને હોસ્પિટલ લઇ જવા માટે ૧૦૮ ના મળી તો, પતિ ધારાસભ્યના ઘરે પહોંચી ગયો…

હાલ દેશમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવી દીધી છે, હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે. જેથી હોસ્પિટલોની બહાર લોકો તડપી રહ્યા છે અને મદદ માટે પુકાર પણ કરી રહ્યા છે.

દેશમાં કોરોના પ્રસરી ગયો છે લોકોના ઝડપથી મૃત્યુ પણ થઇ રહ્યા છે, જે દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ થવું હોય છે તેઓને ૧૦૮ માં જ જવું પડે છે. જેથી ૧૦૮ માં પણ બે-ત્રણ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

એક એવો જ કિસ્સો વડોદરાનો છે કે જ્યાં એક વ્યક્તિની પત્નીની તબિયત બગડતા સંસદના ઘરે પહોંચી ગયો હતો. ૧૦૮ ને કેટલીય વાર ફોન કરવા છતાં પણ કોઈ પણ જવાબ ના મળતા અંતે હેરાન થયેલા દર્દીના પતિને મદદ માંગવાની માટે સાંસદ રંજનબેન ભટ્ટના ઘરે પહોંચ્યો હતો અને તેની પત્નીને બચાવવા માટે આજીજી પણ કરી હતી. તેનો એક વિડિઓ પણ હાલમાં નજરે જોવા મળી રહ્યો છે.

આ લાચાર બેનેલા પતિએ એ વિડિઓ વાયરલ પણ કર્યો છે જેમાં તે સાંસદ બેનને એવું કહી રહ્યો છે કે,મેડમ મારી પત્નીની તબિયત ખરેખર ગંભીર છે. મેં ૧૦૮ ને કેટલાય ફોન કર્યા પણ કોઈ જવાબ નથી મળી રહ્યો, બેન મહેરબાની કરીને મારી મદદ કરો.

આમ આ પતિ અને તેની સાથે બીજા કેટલાક લોકો પણ તેઓની મદદ માંગીને હાલમાં તડફડિયા મારી રહ્યા છે. લોકોને હોસ્પિટલોમાં બેડ પણ નથી મળી રહ્યા. તેની સાથે સાથે ઓક્સિજનની પણ અછત ઉભી થઇ છે. હાલમાં કોરોનાની આ લહેરે બહુ જ મોટી તકલીફો ઉભી કરી છે અને તેનો સામનો દર્દીઓને કરવો પડી રહ્યો છે.

error: Content is protected !!