આ દંપતીને કોઈ સંતાન ન હોવાથી પત્ની પોતાના પતિને હંમેશા કહેતી કે આપણને મર્યા પછી કોણ યાદ કરશે. તો પતિ એ કર્યું એવું કામ કે આવનારા પેઠીઓ પણ આ દંપતીના અમર પ્રેમને યાદ કરશે.

મિત્રો જો જાણવું હોય કે સાચો પ્રેમ કોને કહેવાય તો આ વ્યક્તિએ પોતાની પત્ની માટે જે કર્યું એ જાણી લેશો તો તમે જાણી જશો કે સાચો પ્રેમ કોને કહેવાય. આ યુવક એક રિટાયર્ડ પોસ્ટ માસ્ટર છે અને તે પોતાના પત્નીની કબર પર તાજ મહેલ બનાવી રહયા છે. અને બાજુમાં થોડી જગ્યા ખાલી છે. તેમાં જયારે તે મૃત્યુ પામશે ત્યારે તેમની કબર બનાવવામાં આવશે.

આ દાદાના લગ્ન ૧૯૫૩ માં થયા હતા. તે પોતાની પત્નીને ખુબજ પ્રેમ કરતા હતા. લગ્ન પછી તેમના કોઈ બાળકો નહતા. માટે તેમની પત્ની તેમને હંમેશા કહેતી કે આપણા બાળકો પણ નથી આપણા માર્યા પછી આપણાને કોઈ યાદ પણ નહિ કરે. ત્યારે પોતાની પત્નીની આવી વેદના જોઈને દાદાએ તેમને એક વચન આપ્યું હતું.

દાદાએ તેમની પત્નીને કહ્યું કે તારા મુત્યુ પછી આપણું જે ખેતર છે. તેમાં તારી કબર બનાવીશ અને તારી કબર પર હું એવો મકબરો બનાવીશ કે લોકો આપણા પ્રેમને હંમેશા યાદ કરશે. આજુ બાજુના ગામમાં આપણા પ્રેમના દાખલ દેવાશે. તેમના પતિના મૃત્યુ પછી તેમને પત્નીને આપેલું વચન નિભાવ્યું. તેમને પોતાના ખેતરમાં તેમની કબર બનાવી.

તે કબર પર તાજ મહેલ જેવો મકબરો બનાવવાનો પણ ચાલુ કરી દીધો છે. આજે તે મકબરાનું કામ ૯૦ ટકા પૂરું થઇ ગયું છે. આ દાદાએ આ મકબરો બનાવવા માટે કોઈની પાસેથી એક રૂપિયો પણ નથી લીધો. દાદાનું મૃત્યુ થશે ત્યારે તેમને પણ તેમની પત્નીની બાજુમાં દફનાવવામાં આવશે.

error: Content is protected !!