પાટણના આ મહિલાએ મધમાખી કેન્દ્ર ચાલુ કર્યું અને શરૂઆતમાં ૧૦૦ બોક્સથી મધમાખી ઉછેર ચાલુ કરીને વર્ષે ૫ લાખ રૂપિયાની કમાણી કરી.

દેશભરમાં બધી જ મહિલાઓ આજે બધા જ ક્ષેત્રે આગળ પડતી છે, ખેતીથી લઈને મોટા મોટા વ્યવસાયો માટે પણ નામ બનાવી લીધા છે. હાલ સુધીમાં ઘણી એવી મહિલાઓ વિષે સાંભળ્યું જ હશે કે જેઓ ખેતી કરીને સારી અને મોટી કમાણી કરે છે.

આજે આપણે પાટણની એક મહિલા વિષે જાણીએ જેઓ મધની મીઠી ખેતી કરીને સારી એવી કમાણી કરે છે.આજના સમયમાં બધા જ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી કરે છે જેથી ખેડૂતોની આવક પણ બમણી થઇ જાય છે.

આ મહિલા પાટણના છે અને તેમનું નામ તનવીબેન છે. તનવીબેને ૧૦૦ બોક્સમાં મધુમાખીઓનો ઉછેર કરીને પહેલા જ વર્ષે ૫ લાખ રૂપિયનાઈ કમાણી કરી હતી. તન્વી બહેનને આ વિચાર વર્ષ ૨૦૧૬ માં વડાપ્રધાન જયારે ડીસા આવ્યા હતા અને તેઓએ આવીને કહ્યું હતું કે મધમાખી ઉછેરથી પણ સારી કમાણી કરી શકાય છે.

આ સાંભળીને તેઓએ નક્કી કરી લીધું કે તેઓ મધમાખી ઉછેર કેન્દ્ર કર્યું હતું અને તેમને ૧૦૦ બોક્સથી શરૂઆત કરી હતી. આ શરૂઆતમાં સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચો કરીને પહેલા વર્ષે ૫ લાખ રૂપિયાની કમાણી કરી હતી.

તન્વી બહેને ઘણા વર્ષોથી આ શરૂઆત કરી હતી અને પછી તેઓએ બીજા પાંચ લોકોને રોજગારી પણ આપી હતી.હાલમાં તન્વી બહેને ૩૦૦ બોક્સ ગોઠવી દીધા છે અને તેની સાથે એસ્થે તેમને આવતા બે વર્ષમાં ૨૦૦૦ બોક્સ કરવાનું નક્કી કરી દીધું છે. તેઓ જુદા જુદા પ્રકારના મધ મેળવે છે અને તે મધ મેળવવા માટે તેઓ આજે જુદા જુદા પાકોમાં આ બોક્સ મૂકે છે અને તેમાંથી તેઓ જુદા જુદા મધ મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!