હાલની સ્થિતિ એટલી કથળી બની ગઈ છે કે, સારવાર ના મળતા રોડ ઉપર જ તડફડિયા મારી રહ્યા છે દર્દીઓ…

દેશભરમાં કોરોના હાલમાં રાજા બની ગયો છે અને તેથી દેશની બધી જ હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે.લોકોને મોટી લાઈનોમાં ઉભા રહેવા છતાં પણ બેડ નથી મળતો અને જેનાથી લોકો હોસ્પિટલની બહાર જ અંતિમ શ્વાસ લઇ લેતા હોય છે,અને કેટલાક દર્દીઓને સારવાર માટે પણ તડફડિયા મારવા પડે છે.

પાટણમાં કોરોનાની સ્થિતિ બહુ જ ખરાબ છે અને તેથી કોરોનાનો એક દર્દી જેને સારવાર ના મળતા રોડ ઉપર જ તડપવા લાગ્યો.જેમાં પાટણના પારેવા સર્કલની નજીક આ બનાવ થયો હતો.આ યુવકને રાધનપુરથી પાટણ સારવાર માટે લવાયો હતો

અને રસ્તામાં જ આ યુવકની સ્થિતિ ખરાબ થઇ ગઈ જેથી હાલની સ્થિતિમાં પાટણની હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ નથી મળી રહ્યા જેથી કરીને તાત્કાલિક ધોરણે એવા સંસ્થાએ ત્યાં જ ઓક્સિજનની વ્યવસ્થા કરીને આ યુવકનો જીવ બચાવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને આરોગ્યની ટીમ તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચી હતી.પાટણમાં કેટલીય હોસ્પિટલો છે અને હાલ એવી સ્થિતિ બની ગઈ છે કે,જેનાથી આવા કોરોનાના દર્દીઓને સારવાર ના મળતા આવી રીતે રોડ ઉપર જ તડફડિયા મારવા પડી રહ્યા છે.તેનાથી આપણે એવું માની શકીએ કે હાલમાં પાટણની સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે.

પૈસા આપવા છતાં પણ હાલમાં લોકોને સારવાર નથી મળી રહી,અને લોકો જીવ ગુમાવી રહ્યા છે તો પણ તંત્ર હાલમાં સતેજ નથી થઇ રહ્યું.હાલમાં લોકો એ જ વાટ જોઈ રહ્યા છે કે ક્યારે સરકાર મદદે આવશે અને અમારે આવી રીતે તડફડિયા ના મારવા પડે.

error: Content is protected !!