મહેશભાઈ છેલ્લા ૨૦ વર્ષથી નીચે બેસીને નથી ખાધ્યું, તેઓ તેમના પરિવારનું ગુજરાન ચલાવવા કિડની વેચવા પણ તૈયાર છે, તેમની પરિસ્થિતિ જાણીને તમારી આંખોમાં પણ પાણી આવી જશે…
આપણી આ દુનિયામાં એવા કેટલાય લોકો હોય છે, જેમને પોતાનું પૂરું કરવાની માટે ફાંફા મારવા પડતા હોય છે. તેવો જ એક કિસ્સો વડોદરા શહેરનો છે, જ્યાં એક ભાઈ જેમનું નામ મહેશભાઈ શાહ છે, તેમના પત્નીનું નામ સરોજ બેન છે.
આ મહેશભાઈએ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા, એક વાર તેમનો એક્સીડંટ થયો હતો. જેમાં તેમના કરોડરજ્જુ ડેમેજ થઇ ગયા હતા. ત્યારબાદ આ ભાઈએ તેમની સારવાર તો કરાવી લીધી.
પણ તેમની સારવાર પાછળ તેઓનું બેન્ક બેલેન્સ પણ પૂરું થઇ ગયું, તેમનું જે ઘર હતું તેને પણ વેચીને બધા પૈસા સારવારમાં લગાવી દીધા. તેમ છતાં તેમના બંને પગ અત્યારે બરાબર રીતે કામ નથી કરતા. આ એક્સીડંટ થયાના ૨૦ વર્ષ થઇ ગયા. તેઓએ છેલ્લા ૨૦ વર્ષથી સરખી રીતે ચાલી પણ નથી શકતા,
તેઓએ સુતા સુતા ખાવાનું ખાય છે અથવા ઉભા ઉભા ખાવાનું ખાય છે. તેઓ હાલમાં સરખી રીતે બેસી પણ નથી શકતા. આ મહેશભાઈ એવું કહે છે કે, જયારે એક્સીડંટ થયો તેવામાં મેં કાળજી ના લીધી અને તેનાથી આ મોટી તકલીફ થઇ ગઈ.
ત્યારબાદ મહેશભાઈ એવું કહે છે કે, હું તો મારા પરિવારનું ગુજરાન નહતો ચલાવી શકતો જેથી મારી પત્નીએ ટિફિન સર્વિસ ચાલુ કરી અને ૧ ટિફિનથી ૧૦૦ ટિફિન સુધીની સર્વિસ પણ ચાલુ કરી હતી.
પણ તેમાં એ ટિફિન ખાઈ જાય પણ પૈસા નહતા આપતા, જેથી તે કામ પણ બંધ કરવું પડ્યું. મારી પરિસ્થિતિ ખુબ જ ખરાબ થઇ ગઈ અને હું મારી કિડની વેચવા માટે પણ તૈયાર છું.
આવી ખરાબ પરિસ્થિતિમાં હું કોઈ પણ કામ કરવાની માટે તૈયાર છું, મારી આવી સ્થિતિમાં મારા સાળાએ મને ખુબ જ મદદ કરી છે. પણ હવે તેને પણ બાલ-બચ્ચા છે એટલે વધુ મારાથી ના લેવાય. આ મહેશભાઈએ હિંમત હાર્યા વગર તેમનાથી થાય એટલી મહેનત કરીને તેમનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.