પરિવારના ૫ સભ્યો ગુમાવ્યા પછી પણ આ કોરોના યોદ્ધા ક્રિયાકર્મ કરીને તરત જ પોતાની ફરજ ઉપર પાછો આવ્યો.

કોરોનાની મહામારીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેવામાં કોરોનાના યોદ્ધાઓને પણ તેમના પરિવારના લોકોને પણ તેમનો જીવ ગુમાવવો પડ્યો છે. તેવામાં આપણે એવા જ એક કોરોના યોદ્ધાની વાત કરીશું, જેમાં તેમના ઘરના મોભી સહીત પાંચ સભ્યોને ગુમાવ્યા છે તેમ છતાં માનવ સેવા કરવાની માટે ફરજ ઉપર પાછા ફર્યા હતા.

વાત છે ગોધરા ખાતેની ઇમર્જન્સી સેવા ૧૦૮ ના પાયલેટ તરીકે ફરજ બજાવતા પ્રવીણ ભાઈ બારીયાની, જે મૂળ મોરવા હડપ તાલુકાના ખાનપુર ગામના વતની છે. તેઓ છેલ્લા ૧૨ વર્ષથી ૧૦૮ માં તેમની ફરજ પણ કરી રહ્યા છે.

જેમાં પાછળ ૩ વર્ષથી ગોધરામાં ફરજ બજાવે છે, જેમાં ખરી માનવતાની વાત તો એ છે કે તેઓ છેલ્લા ૨ વર્ષથી એક પણ રજા લીધા વગર પ્રવીણ ભાઈ આ સેવા આપી રહ્યા છે.

પ્રવીણભાઈનું એવું કહેવું છે કે, હું છેલ્લા ૨ વર્ષથી આ કોરોનામાં ફરજ બજાવી રહ્યો છું, મારા પરિવારમાં મારા મમ્મી, પપ્પા. કાકા, કાકી, અને મારા કાકીનો છોકરો એટલા સભ્યોને કોરોના થયો હતો

અને તેમના ક્રિયાકરણ કરીને હું પાછો ફરજ ઉપર હાજર થઇ ગયો છું, કેમ કે મેં ઘણા એવા દર્દીઓ જોયા છે કે જેઓ સારવાર માટે તડપી રહ્યા હોય છે અને તેથી જ બીજા કોઈને તકલીફ ના પડે તેની માટે હું તાત્કાલિક ફરજ ઉપર હાજર થઇ ગયો છું અને લોકોની મારાથી બને તેટલી સેવા આપી શકું. પ્રવીણભાઈ લોકોની સેવા કરવાની માટે દ્રઢ મનોબળ રાખીને ખરી માનવતનું કામ કરી રહ્યા છે.

error: Content is protected !!