આ પરિવાર પર કાળ બનીને ત્રાટક્યો કોરોના એક જ વર્ષમાં પરિવારના 6 લોકોને ભરખી ગયો. આખી ઘટના જાણી રોઈ પડશો.

કુદરત અમુકવાર એટલી કઠોર બની જાય છે કે માનવી રાર પાડી જાય છે. રાજકોટના એક પરિવાર સાથે કુદરતે એવો ખેલ ખેલ્યો કે એક જ વર્ષમાં પરિવારના 6 સભ્યોને છીનવી લીધા. રાજકોટના ભયાની પરિવાર પર દુઃખોનું આભ તૂટી પડ્યું છે જેમાં પરિવારના 6 લોકોના મોત થઇ ગયા છે. હર્યોભર્યો પરિવાર એક જ વર્ષમાં ખાલી થઇ ગયો છે.

આ પરિવારના બે સભ્યોનું કેન્સર અને હાર્ટએટેકથી મોત થયું હતું આટલું થયા પછી પણ આ પરિવારના દુઃખનો અંત આવ્યો ન હતો. કુદરતે પણ આ પરિવાર પર ઉપરા ઉપરી તકલીફોનો પોટલો મૂકી દીધો હોય એવું લાગે છે. પરિવારના સભ્યનું મૃત્યુ પામ્યાના 12 દિવસ પણ નહતા થયાને બીજા બે સભ્યોને કોરોના ભરખી ગયો અહીં પણ કુદરતની ક્રૂરતા અટકી ન હતી.

આ ઘટનાના હજુ 6 દિવસ પણ નહતા થયા અને આ પરિવારના બીજા એક સભ્યને કોરોના ભરખી ગયો આટલું થયા પછી પણ આ પરિવારની તકલીફો ઓછી ન થઇ હતી આ ઘટનાના 5 દિવસ પછી જ આ પરિવારની પુત્રી કે જેને ગાંધીનગર પરણાવી હતી તેનું પણ કોરોનાના કારણે મુર્ત્યું થયું હતું.

એક પછી એક એમ એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ થવાથી આ પરિવાર વેર વિખેર થઇ ગયો હતો. આ પરિવાર 5 લોકોના મૃત્યુના સદમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો

એવામાં પરિવારના એક માત્ર જીવિત 31 વર્ષના પુરુષ સભ્યને પણ કોરોના ભરખી ગયો હતો. કુદરતે આ પરિવાર પર એક પછી એક એવા ઘા કર્યા છે કે આ પરિવારના લોકો કયારેય નહિ ભૂલી શકે.

error: Content is protected !!