પરિવારમાં દીકરો ના હોવાથી દીકરીઓએ દીકરાની ફરજ બજાવી, આખું ગામ જોતું રહી ગયું…
કોરોનાએ હાલમાં સમગ્ર દેશમાં ભરડો લીધો છે, તેવામાં કેટલાય પરિવારોને વિખુટા કરી નાખ્યા છે. આ મહામારીએ કેટલાય પરિવારોને બધાને તેના ભરડામાં લીધા છે અને તેથી ઘરને તાળું મારવાનો પણ વારો આવ્યો છે.
તેવી જ એક હ્રદયસ્પર્શી ઘટના ઉત્તરપ્રદેશના વારાણસીમાંથી જોવા મળી છે કે જ્યાં, એક પરિવારમાં દીકરો ના હોવાથી અને સગાઓએ સાથ ન આપવાથી બંને દીકરીઓએ તેમના પિતાના મૃતદેહને કાંધ આપી હતી.
ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક ૬૫ વર્ષીય વ્યક્તિ જેનું નામ ઉમાશાંકર છે, તેમને કોરોના થયો હતો અને જેથી તેમની તબિયત વધુ લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓની સારવાર ચાલી રહી હતી
અને તેવામાં રવિવારે સારવાર વખતે તેઓનું કરુણ મૃત્યુ થયું હતું. તેઓના નિધનના સમાચાર તેમના સગા-સબંધીઓ પણ મદદે નહતા આવ્યા. ઉમાશંકરને કોઈ દીકરો નહતો જેથી તેઓને ત્યાંના હોસ્પિટલની મદદ વડે તેઓને એમ્બયુલન્સ દ્વારા સ્મશાને લઇ જવાય હતા. તેઓની નનામીને આ બંને દીકરીઓએ ખભો આપ્યો હતો.
ત્યારબાદ તેમને સ્મશાને લઇ જઈને નાની દીકરીએ અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો, જે સમયે જરૂર હતી તેવા સમયે સગાઓ પણ તેમની મદદે ના આવ્યા. આ બંને દીકરીઓને તેના પિતાના દીકરા બનીને અંતિમ વિધિ કરવી પડી.