કોરોનામાં મૃત્યુ પામેલા યોદ્ધાઓને સહાય લેવા માટે પરિવારજનો વલખા મારી રહ્યા છે.
હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીએ કહેર વરસાવી છે, તેવામાં હોસ્પિટલ પણ ઉભરાઈ રહી છે. કેટલાય દર્દીઓને આ મહામારીમાં પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. તેવી પરિસ્થિતિમાં કેટલાક કોરોના વોરિયરને જો મૃત્યુ પામે તો તેવામાં સરકાર મોટી જાહેરાતો કરી છે.
ખરેખર કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓ આ જંગમાં મૃત્યુ પામે છે તો, સરકાર લાખો રૂપિયાની જાહેરાત પણ કરે છે, તેવામાં ખરેખર સરકાર આ સહાય આપી રહી છે કે નઈ?
સુરત મહાનગર પાલિકાના ૪૪ જેટલા કર્મચારીઓ કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે તેમાંથી ખાલી ૪ લોકોને જ સરકારી સહાયતા મળી છે. બાકીના જે કર્મચારીઓના પરિવારના સભ્યો છે તેઓ આજે પણ સહાય લેવાની માટે આમતેમ ભટકી રહ્યા છે.
જયારે સુરત કામદાર સંગઠનના પ્રેસિડેન્ટ ઇકબાલભાઈને પૂછ્યું તો તેઓએ જવાબ આપતા એવું કહ્યું હતું કે અમારા જે ૪૪ જેટલા કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે તેમાં ૨૫ જેટલા મૃત્યુ પામેલા દર્દીઓના તમામ કાગળો અને ફાઈલો સુરત મહાનગર પાલિકામાં આપી પણ દીધી છે.
જેમાં અહીંયા ચકાસણી થયાના પછી એ ફાઈલો ગાંધીનગર મોકલવામાં આવે છે, અહીંયા પણ ચેક થઈને ફાઈલ સીધી દિલ્હી જાય છે અને ત્યાંથી ઇન્સ્યોરન્સ કંપનીમાં પછી સહાય મળે છે. જયારે બેન્કના ઇન્સ્યોરન્સ એક જ અઠવાડિયામાં ઇન્સ્યોરન્સ આપી દે છે.
આવી સ્થિતિમાં મોટા દુઃખ સાથે કહેવું પડે છે કે, આજે નવ નવ મહિના થઇ ગયા તેમ છતાં અમારા ૪ જેટલા કર્મચારીઓને સહાય મળી છે, બાકીના લોકોને હજુ પણ કોઈ સહાય નથી મળી અને તે સહાય ક્યારે મળશે તે ભગવાન જાણે તેવું પણ કહી શકીએ.