સુરતના ચાર ચોપડી ભણેલા આ મહિલાએ તેમની ત્રણ વીઘા જમીનમાં પાપડીની ખેતી કરીને ખાલી નેવું દિવસમાં લાખો રૂપિયાની કમાણી કરીને બીજી મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણારૂપ બન્યા.

આપણે ઘણા એવા લોકોને આપણી આસપાસ જોતા જ હોઈએ છીએ જેઓ તેમના જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત કરતા હોય છે અને પછી સફળતા પણ મેળવતા હોય છે. એવા જ એક સુરતના મહિલા જેમનું નામ ઉષા બેન પટેલ છે, જેઓએ તેમના ખેતરમાં પાપડીની ખેતી ચાલુ કરી અને આજે આખા પરિવારની બધી જ જવાબદારી ઉપાડીને સારી કમાણી પણ કરી રહ્યા છે.

સુરતમાં ચાર ચોપડી ભણેલી આ મહિલાએ ટૂંકા સમયમાં જ મોટી સફળતા મેળવી લીધી છે અને આજે લાખો રૂપિયાની પણ કમાણી કરી રહ્યા છે. આ મહિલા હજીરા રોડ પાસે આવેલા ભાઠા ગામમાં તેમની ત્રણ જ વીઘા જમીનમાં પાપડીની ખેતી કરવાની ચાલુ કરી હતી. તેઓની આ ખેતી કરવા પાછળ અને તે પાપડી વેચવા પાછળ પણ એક જોરદાર વિચાર રજૂ કર્યો છે.

તેઓ આ પાપડીને તેમના ગ્રાહકો સુધી જાતે જ ઘરે આપવા માટે જાય છે. આ પાક ટૂંકા ગાળાની ખેતી છે જેમાં બે જ મહિનામાં પાપડી તેના છોડ પર આવી જાય છે અને પાપડી આવી ગયા પછી આખો પરિવાર, કેટલાક મજૂરોની મદદ લઈને તેઓ આ પાપડી ઉતારીને સીધે સીધા ગ્રાહકો અને નવસારીના બજારમાં પણ વેચવા માટે જાય છે.

ઉષાબેનની એક ખાસિયત જે તેઓ સીધે સીધી મહિલાઓ સુધી આ વાલ-પાપડી પહોંચાડીને બીજી મહિલાઓની માટે એક મિશાલ બન્યા છે. ઉષાબેન છેલ્લા ત્રણ દાયકાથી પાપડીની ખેતી કરી રહ્યા છે અને હાલમાં મોટી સફળ મેળવી લીધી છે અને બીજી મહિલાઓ માટે પણ એક દાખલો બેસાડ્યો છે, ઉષાબેનને જોઈને આજે બીજી મહિલાઓ પણ આત્મનિર્ભર બની શકશે.

error: Content is protected !!