લગ્ન પ્રસંગમાંથી પાછા ફરતા સમયે પાલનપુરના આ પરિવારને માર્ગ અકસ્માત નડ્યો જેમાં આ પરિવારના ચાર લોકો સપડાઈ ગયા…

હાલ જોવામાં આવતા દેશમાં રોજે રોજ માર્ગ અકસ્માતો વધી રહ્યા છે, તેવામાં એક એવો જ અકસ્માતનો કિસ્સો જેમાં પાલનપુરના તહસીલના રતનપુર નજીક થોડા દિવસો અગાઉ મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં એક જ પરિવારના ૪ સભ્યોનાં મૃત્યુ થયા હતા. બીજા ત્રણ લોકોને ઇજાઓ પણ થઈ હતી. આ અકસ્માતમાં સપડાયેલો પરિવાર લગ્ન પ્રસંગ પૂરો કરીને તેમના ઘરે પાછો આવી રહ્યો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાય હતા.

મળેલી માહિતી પ્રમાણે આ ઇકો કારમાં બેસેલા બધા લોકો સતલાસ નાનીભાલૂ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ પરિવારના ૭ સભ્યો આ એક જ ઇકો કારમાં પાલનપુર પાછા ઘરે આવી રહ્યા હતા. તેવામાં જ રતનપુર નજીક આ કાર ટ્રકની સાથે ટકરાઇ ગઈ હતી. જેથી અકસ્માત ખુબ ગંભીર થઇ ગયો હતો જેથી આ કારના ભુક્કા નિકરી ગયા હતા.

અહીંયા અકસ્તામ થતા આવતા જતા લોકોએ આ અકસ્માત વિષે બધી માહિતી પોલીસને આપી હતી અને તરત જ એમ્બ્યુલન્સને જાણ પણ કરી દીધી હતી. આ અકસ્માતમાં સપડાયેલા બધા જ લોકોને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

જેમાં આ પરિવારના ચાર સભ્યોની હાલત ખૂબ નાજુક હોવાથી એક પછી એક લોકો મૃત્યુ પામ્યા હતા. જયારે બીજા ત્રણ સભ્યોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. જેથી પોલીસે આ અજાણ્યા ટ્રક ચાલકની ઉપર ગુનો પણ નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!