ઉનાળામાં હાથપગમાં થતી બળતરાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આટલું કરી લો…

હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે, તેવામાં કેટલાય લોકોને મોટી તકલીફો પડતી હોય છે. જે વ્યક્તિ થોડીક ગરમીમાં જઈને આવે અથવા ગરમીના લીધે પણ તેમના હાથપગના તળિયામાં બળતરા થાય છે.

આ સમસ્યા ખાસ કરીને રાત્રે સૂતી વખતે તકલીફ પડતી હોય છે. હાથ પગમાં બળતરા થવીએ સામાન્ય તકલીફ છે. તેની સિવાય જો તમને કિડનીમાં ઇન્ફેક્શન થાય તો પણ હાથપગમાં બળતરા થાય છે.

શરીરમાં વધુ પ્રકારનો ઝેરી કચરો ભેગો થઇ જાય તો, પણ આમ થઇ શકે છે. શરીરમાં પોષક તત્વોની કંઈ હોય તો પણ હાથપગમાં બળતરા થઇ શકે છે. જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે તે લોકોને પણ આ સમસ્યા થઇ શકે છે.

આપડે આ હાથપગના તળિયા બળતા હોય તો તેની માટે આ ઉપાય કરવો જોઈએ. તમારે ઉનળાની સીઝનમાં અઠવાડિયામાં નિયમિત રીતે બે વાર કે ત્રણ વાર દૂધીનું શાક ખાવું જોઈએ અથવા તો દૂધીનું જ્યુસ પણ પી લેવું જોઈએ. તેની સાથે સાથે કાકડી અને નારિયેળનું પાણી વધુ પીવું જોઈએ.

આ ઉપાય કરવાની માટે રાત્રે સૂતી પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી જેટલું ગુંદર લેવાનો છે, તેને રાત્રે સૂતી પહેલા પાણીમાં નાખીને ઢાંકીને મૂકી દેવાનો છે. સવારે તેનું સેવન કરવાનું છે, આ ઉપાય ૭ દિવસ સુધી કરવાનો છે આમ કરવાથી તમને ફરક પડી જશે.

બીજો ઉપાય એ છે કે, તમારે દૂધી લેવાની છે આ દૂધીને ક્રશ કરીને તે તમારા પગના તળિયામાં બાંધી દેવાની છે, આમ અઠવાડિયા સુધી સતત આ ઉપાય કરવાનો છે. તેનાથી તમને પગના તળિયાની બળતરા બંધ થઇ જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!