આ એક ભૂલના કારણે એક સાથે કોરોનાના ૨૨ દર્દીઓના મોત..
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેની વચ્ચે લોકો ઝઝૂમી રહ્યા છે.તમામ કોવીડની હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન ખૂટી ગયો છે અને તેવામાં કેટલાય લોકોના મૃત્યુ થઇ ગયા છે.તેવામાં એક ભયાનક ઘટના સર્જાઈ છે.આ ઘટનાએ નાસિક શહેરમાં એક હોસ્પિટલમાં બની હતી.
આ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીકેજ થઇ ગઈ હતી અને તેનાથી હોસ્પિટલમાં દાખલ ૨૨ જેટલા દર્દીઓના મોત થયા હતા.જે પ્રમાણે માહિતી મળી છે તેવી રીતે આ હોસ્પિટલમાં ૬૫ થી પણ વધુ દર્દીઓ દાખલ હતા અને આ બધા ઓક્સિજનની ઉપર હતા.અને તેમાંથી ૩૫ જેટલા દર્દીઓની હાલત ગંભીર હતી,અને આ ઓક્સિજન ટેન્ક લીકેજ થવાથી ૨૨ દર્દીઓના મોત પણ થયા છે.
આ દુર્ઘટનામાં જે ૨૨ લોકોના મોત થયા છે તેમને સરકાર દ્વારા ૫-૫ લાખની સહાય આપવાની પણ નક્કી કરાઈ છે.તેની સાથે મોદીજીએ પણ આ ઘટનાની માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ હોસ્પિટલમાંથી ઓક્સિજન લીકેજ થવાનો એક વિડિઓ પણ વાયરલ થયો હતો.હાલમાં ભગવાન પણ લોકોની સાથે બહુ જ મોટી કસોટીઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પણ કેટલાક લોકોને ઓક્સિજનની બહુ જ જરૂરિયાત પડી રહી છે. ગુજરાતની કોવીડ હોસ્પિટલોમાં બહુ જ મોટી તકલીફો પડી રહી છે,બેડ સહીત ઓક્સિજન પણ તકલીફો પડી રહી છે.