રાજસ્થાનમાં આવેલું છે એક અનોખું મંદિર કે જ્યાં બુલેટની પૂજા થાય છે, જેના ઇતિહાસ વિષે જાણીને તમને પણ નવાઈ લાગશે…

ભારત દેશ તેની ધાર્મિક વિવિધતાને કારણે આખા દુનિયામાં જાણીતો છે. ભારતમાં એવા ઘણા મંદિરો આવેલા છે. જે તેમના ઇતિહાસ અને ચમત્કાર માટે ખૂબજ જાણીતા છે.

દરેક વ્યક્તિ પોતાની આસ્થા પ્રમાણે ભગવાનની ઉપાસના કરે છે. એવું જ એક મંદિર રાજસ્થાનના જોધપુરમાં આવેલું છે, જે ૐ બન્ના તરીકે ઓળખાય છે. પણ મોટા ભાગના લોકો આ મંદિરમાં બુલેટની પૂજા કેમ થાય છે. તેની પાછળના કારણ વિષે નહિ જાણતા હોય.

bullet temple

આ મંદિર જોધપુર-પાલી હાઈવે નજીક આવેલા ચોટીલા ગામમાં આવેલું છે, જ્યાં બુલેટ દેવ એટલે કે ઓમ બન્નાની પૂજા થાય છે. આ મંદિર વિષે મોટા ભાગના લોકો અજાણ હશે, અહીંયા બુલેટની પૂજા કરવામાં આવે છે.

bullet temple

આ જાણીને તમને થોડી નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. આ મંદિરમાં બુલેટની પૂજા થવા પાછળ એક રસપ્રદ વાર્તા છે. આ ઘટના1988 ની આસપાસની છે. પાલીમાં રહેતા ઓમ બન્ના તેમની બુલેટ લઇને જઈ રહ્યા હતા.

આ દરમિયાન માર્ગમાં તેમનું એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થયું. એક્સિડન્ટ બાદ તેમની બુલેટ બાઈકને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી, પણ બુલેટ અચાનક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગઈ હતી.

bullet temple

આશ્ચર્યની વાત તો એ છે કે ઓમ બન્નાની ગુમ થયેલી બુલેટ તે જગ્યાએથી મળી કે જ્યાં તેમનું અકસ્માત થયો હતું. પોલીસે આ વાતને ગંભીરતાથી ન લાધી અને બાઇકને ફરીથી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી અને પોલીસે બાઇક પછી ગાયબ ન થાય એ માટે તેને બાંધી દીધી હતી. બંધાયેલ હોવા છતાં બાઇક ફરી પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગઈ અને અકસ્માત વાળા સ્થળે પહોંચી ગઈ.

bullet temple

આ ઘટનાથી ગામના લોકોએ તે બુલેટની તે જગ્યા પર પૂજા કરવાનું શરૂ કર્યું. પછી ત્યાં બુલેટ મંદિર બન્યું ત્યારથી એ જગ્યા પર કોઈનો અકસ્માત થયો નથી. આ બુલેટ મંદિરની મુલાકાત માટે લોકો દૂર દૂરથી આવે છે. રાજસ્થાનના મોટો ભાગના લોકો ઓમ બન્નાની પૂજા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!