સલામ છે આ બહેનને જે કોરોનાની મહામારી વચ્ચે કુતરાઓને ખવડાવી માનવતાનું કામ કરે છે…
આ દુનિયામાં કેટલાય લોકોને તકલીફો હોય છે અને તેનો સામનો કરવાની માટે તેમની પાસે પૂરતી હિંમત નથી હોતી. તેની વચ્ચે કેટલા લોકોને એક ટાઈમનું ખાવાનું પણ નથી મળતું. આવા લોકોની માટે કેટલાક લોકો ખવડાવીને તેમની ભૂખને શાંત કરે છે. આપણે જાણીએ છીએ તેવી રીતે માણસ તો માંગીને પણ ખાઈ શકે છે પણ જે મૂંગા જીવો છે તેમને કોણ ખાવનું આપે.
તેની વચ્ચે મહેસાણાથી એક એવો જ કિસ્સો જોવા મળ્યો છે, આ બહેનનું નામ સ્નેહલબેન જે મહેસાણા રહે છે અને તેઓ છેલ્લા ૨૦ વર્ષથી શ્વાનને રાત્રે એક સમયનું ખાવાનું આપે છે. તેઓ રાત્રે ૮ વાગે ઘરેથી એકલા શ્વાનને ખવડાવવા માટે નિકરી જાય છે. મહેસાણાના તેમના વિસ્તારમાં રંજડતા ૩૫૦ જેટલા શ્વાનને રાત્રે ભોજન પૂરું પડે છે.
જયારે સ્નેહલબેનને પૂછવામાં આવ્યું તો તેઓએ એવું કહ્યું હતું કે, તેમને નાનપણથી જાનવર રાખવાનો શોખ હતો અને મારા પિતાજીને પણ શોખ હતો. પહેલા પક્ષીઓને અને પછી ધીમે ધીમે નાના કુતરાઓને અને હવે અહીંયા સુધી સેવા કરવાની ઈચ્છા થઇ ગઈ. હાલમાં સાંજે ૮ વાગે ઘરેથી હું નિકરૂ છું અને ૧૨:૩૦ સુધી આ સેવા કરું છું. અમારા વિસ્તારના ૩૫૦ જેટલા કુતરાઓને ખવડાવું છું.
આ સેવા કરવાની માટે હું ચાલુ વરસાદ, કડકડતી ઠંડી હોય તો પણ આ શ્વાનને ખવડાવવાની માટે હું નિકરૂ છું, આ સેવા કરવાની માટે કુતરાઓને ભાટ અને છાશ આપવામાં આવે છે. જેવાં જરૂરિયાત વાળા શ્વાનને દૂધ આપું છું. આ શ્વાનને જયારે ખવડાવતી હોય અને જો ગાય આવે તો તેઓ રોટલા ઉઘરાવી લાવે છે અને તે ગાય ને ખવડાવે છે.
આ સેવા કરવાની માટે હું મારા ઘરેથી પૈસા કાઢું છું અને કેટલાક પૈસા દાનમાં પણ મળી જાય છે. કેટલાય વર્ષોથી તેમને કેટલાક લોકો દાન આપી રહ્યા છે. આ કળયુગમાં માનવતાનું ઉદાહરણ સ્નેહલબેનએ પૂરું પડ્યું છે.