૫ મુ ધોરણ પાસ નેતા હવે ડોકટર બની ગયા, નેતાઓ ફોટા પડાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.
નેતાઓ ફોટા પડવા અને પોતાની વાહવાઈ કરાવવાનો એક મોકો નથી છોડતા. હાલ એક આવી જ ઘટના સામે આવી છે. ભાજપના MLA વી. ડી. ઝાલાવડીયા વધુ એક વિવાદમાં ફસાયા છે.
તેમનો એક વિડ્યો સામે આવ્યો છે . જેમાં તે એક કોવીડ સેન્ટરમાં ડોકટર બનીને જાતેજ દર્દીને ઈન્જેકશન ભરીને આપવા લાગ્યા. ઈન્જેકશન ભરીને દર્દીને લગાવાયેલી ગ્યૂકોજની બોટલમાં નાખી દીધું.
જયારે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં બેડ નહતા મળી રહ્યા અને લોકો હોસ્પિટલની બહાર જ ઓકસીજન વગર મરી રહયા હતા એ સમયે નેતાઓ દેખતા પણ ન હતા અને આજે ફોટો પડાવવા માટે હવે બહાર આવી ગયા છે.
MLA ને ડોક્ટરનું જ્ઞાન ન હોય અને હવે તેમને ડોક્ટર બનવાના અરમાન જાગ્યા છે. વી. ડી. ઝાલાવડીયા પોતાની હરકતોને લીધે અવાર નવરા વિવાદોમાં આવતા રહે છે.
વી. ડી. ઝાલાવડીયા 5 માં ધોરણ સુધી જ ભણેલા છે. અમને હવે ડોક્ટર બનવાના અરમાન જગ્યા છે. તેમનો એક વિડીયો હાલ સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.
જેમાં તે કોરોના દર્દીની ગ્લુકોઝની બોટલમાં ઈન્જેકશન આપી રહયા છે. આ વિડીયો વાઇરલ થતા લોકો અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહયા છે. લોકો અનેક પ્રકારની કોમેન્ટો કરી રહયા છે.