જે નેતાઓ ચૂંટણીના સમયે કોરોનાની ચિંતા કર્યા વગર મત માંગવા નિકરી પડ્યા હતા એ આજે શોધતા પણ નથી જડી રહયા.

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાતનું મંત્રી મંડળ અંડરગ્રાઉન્ડ થઇ ગયું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સિવાયના મંત્રીઓ અત્યારે અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે. 5 -7 મંત્રીઓને બાદ કરતા બીજા બધા મંત્રીઓ ગાયબ જ થઇ ગયા છે.

કોરોના મહામારીમાં મોટા ભાગના કેબિનેટ મંત્રીઓ લોકોની મદદ કરવાના બદલે ગાયબ જ થઇ ગયા છે. ઓક્સિજન, દવા અને હોસ્પિટલના બેડની વ્યવસ્થા જે મંત્રીના માથે હોય છે એ જ મંત્રીઓ ગાયબ છે.

મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં પણ ફોનથી જ કામ ચલાવે છે. જાહેરમાં આવ્યા વગર કાર્યકર્તાઓથી કામ ચલાવે છે મંત્રીઓ. આ કોરોના મહામારીમાં લોકોને મંત્રીઓની ખુબજ જરૂર છે. શું પ્રજાના ગુસ્સાના કારણે મંત્રીઓ જાહેરમાં દેખતા નથી? જો જાહેરમાં આવશે તો પ્રજાને શું જવાબ આપશે એ ડરથી મંત્રીઓ જાહેરમાં જતા ડરે છે.

પ્રજાએ જીતાડીને નેતા બનાવેલા મંત્રીઓ આ મહામારીમાં ક્યાં ગાયબ થઇ ગયા? ધારાસભ્યો અને મંત્રીઓ જાતે જ કોરોનાથી ડરે છે તો લોકો એમના પાસેથી શું આશા રાખે અત્યારે સામાન્ય લોકોને જે હાલાકી પડી રહી છે એના કારણે લોકો ખુબજ ગુસ્સે ભરાયા છે.

કદાચ લોકોના ગુસ્સાનો સામનો ના કરવો પડે તે માટે મંત્રીઓ લોકો સામે જતા ડરી રહયા છે. લોકોના આરોગ્યની અને તેને લગતી સેવાઓની જવાબદારી પ્રજાના પ્રતિનિધિ એટલે કે મંત્રીઓની હોય છે. જે મંત્રીઓ ચૂંટણીના સમયે કોરોનની ચિંતા કર્યા વગર મત લેવા નિકરી પડ્યા હતા અને તેઓ જ અત્યારે અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે.

error: Content is protected !!