આ નવા કોરોનામાં સૌથી વધુ દર્દીઓનાં મોત શરીરમાં ઑક્સિજન લેવલ ઘટવાથી કેમ થઈ રહ્યા છે ?

રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ દિવસે ને દિવસે સ્થિતિ ભયજનક બની રહી છે. એકતરફ કોરોનાના કેસમાં ખુબજ વધારો થઇ રહ્યો છે. આ સાથે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.

હાલ કોરોના દર્દીઓના શરીરમાં ઓક્સિજન લેવલ ઝડપથી નીચે જતું રહે છે.તેના કારણે દર્દીના શરીરમાં ઓક્સિજન ઘટી જાય છે અને દર્દીની સ્થિતિ ખુબજ ખરાબ થઇ જાય છે.અને મૃત્યુનું જોખમ વધી જાય છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર જુના કોરોના અને નવા કોરોના વચ્ચે ઘણો અંતર જોવા મળી રહ્યો છે.પહેલા કોરોના દર્દીના નાકમાં 2 થી 3 દિવસ રહેતો હતો બાદમાં ફેફસામાં દાખલ થતો હતો.એટલેકે 5 થી 7 દિવસ પછી દર્દીને શ્વાસની તકલીફ થતી હતી.પણ હવે ફક્ત 3 દિવસમાં જ દર્દીને શ્વાસની તકલીફ થવા માંડે છે.

હાલનો કોરોના ખુબજ ઝડપથી પ્રસરી રહ્યો છે. આવું મ્યુટેશનના કારણે થઇ રહ્યું છે.તેમ કહી શકાય.2020 માં જે કોરોના વાઇરસ હતો તેની સરખામણીમાં 2021 નો કોરોના ખુબજ ભયકંર છે અને ખુબજ ઝડપથી પ્રસરી રહ્યો છે.

તેના લક્ષણો ખુબજ અલગ છે.નવો કોરોના નાના બાળકો અને નવયુવાનોને પણ તેની ઝપેટમાં લઇ રહ્યો છે.આ વખતે હોસ્પિટલમાં 35 થી 45 વર્ષના લોકો વધુ જોવા મળી રહ્યા છે.

વાઇરસના ફેફસાંમાં જવાથી શ્વાસ નળીમાં સોજો આવી જાય છે.જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.પછી જેમ જેમ દર્દીની સ્થિતિ બગડતી જાય એમ એમ ઓક્સિજનની જરૂર વધતી જાય છે.હવે એવું જોવા મળી રહ્યું છે કે કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ દર્દી કોરોનાથી સંક્રમિત હોય છે.

error: Content is protected !!