માસુમને જન્મજાત જ હતી ગંભીર બીમારી કે જે 10 હજાર બાળકોમાં 1 બાળકને થાય છે. જન્મના 42 કલાક પછી કોરોના રિપોર્ટ પણ પોઝેટીવ, 25 દિવસની સારવાર બાદ ઘરે પરત ફળી બાળકી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ખુબજ ગંભીર કેસ સામે આવ્યો હતો. જેમાં એક નવજાત બાળકીને ગંભીર બીમારી હતી જે 10 હજાર બાળકોમાં એક બાળક ને થાય છે.

આ વાતની જાણ ત્યારે થઇ જ્યાંરે બાળકીને માતા પછી તેનું પ્રથમ સ્તનપાન કરાવતી હતી. બાળકી સ્તનપાન નહતી કરી શકતી માટે જયારે ડોક્ટરો દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકીને મિલીલિયા લેટરેજીયા નામની બીમારી છે.

આ બીમારી 10 હજાર બાળકોમાં 1 બાળકને થાય છે. આ બીમારીમાં બાળકનું નાનું આંતરડું સરખું બન્યું હોતું નથી. માટે બાળકો ખોરાક ગ્રહણ કરી શકતા નથી અને બાળકીના આંતરડાના

બે ટુકડા હોવાથી સ્તનપાનમાં તકલીફ પડતી હતી. વળી પાછું 42 કલાક પછી બાળકીનો કોરોના રિપોર્ટ પણ પોઝેટીવ આવ્યો. બાળકીના માતા પિતાએ બાળકીના જીવવાની આશા જ છોડી દીધી હતી.

અમદાવાદ સિવિલ ડોક્ટરોની ટિમ દ્વારા બાળકીને કોરોના હોવાના કારણે PPE કીટ પહેરીને ૨.૫ કલાકના ઓપરેશન બાદ બાળકીના ખરાબ આંતરડાને કાઢી લેવામાં આવ્યું અને બાળકીને નવું જીવનદાન આપ્યું.

જન્મના 23 દિવસ બાદ બાળકીની માતાએ બાળકીને પોતાનું પ્રથમ સ્તનપાન કરાવ્યું. આ પછી બાળકીને કોરોનાની સારવાર માટે કોવીડ વોર્ડમાં દાખલ કરવામાં આવી. આ બધાને હરાવીને બાળકી 25 દિવસ બાદ પોતાના ઘરે પરત ફળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!