સિવિલમાં 7 દિવસની સારવાર લીધા બાદ નરેન્દ્ર મોદીની કાકીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.
કોરોનાએ આખા દેશમાં હાહાકાલ મચાવ્યો છે. એવામાં કોરોના લોકો પર પોતાની કહેર વરસાવી રહ્યો છે. કોરોના તો ગરીબ અથવા કરોડપતિમાં ફરક કરે છે. એવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદા બેન મોદીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. અમદાવાદની અસારવા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા.
અમદાવાદની અસારવા હોસ્પિટલમાં 7 દિવસથી તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. 80 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીની કાકીનું અવસાન થયું છે. નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ભાઈએ આ ઘટનાની જાણકારી આપી છે. તેમના કાકી સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાથી કોરોનાની સારવાર લઇ રહયા હતા.
આખરે સારવારના 7 દિવસે તેમનું હોસ્પિટલમાં અવસાન થયું છે. નરેન્દ્ર મોદીના પરિવારમાં અત્યારે દુઃખનો માહોલ છે. કોરોના અત્યારે પોતાનો કહેર આખા દેશમાં વરસાવી રહ્યો છે. જેના લીધે દિવસના ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે 7 દિવસની સારવાર લીધા પછી આજે નરેન્દ્ર મોદીની કાકી નર્મદા બેનનું નિધન થયું હતું.