નાની ઉંમરે કરેલી આ ભૂલો ૫૦ વર્ષની ઉંમરે નડતર રૂપ બનશે. જાણીલો શું ન કરવું.
આજકાલના યુવાનો નાની ઉંમરમાં જે ભૂલો કરતા હોય છે તે તેમને ૫૦ વર્ષેની ઉંમરે નડતર રૂપ સાબિત થાય છે.બધા લોકોને સરર કામ કરવા હોય છે.આજનું જીવન મોટા ભાગે મશીનો પર નિર્ભર થઇ ગયું છે.
વધારે પડતું બહારનું ખાવાનું ખાવું,આખો દિવસ AC માં રહેવું કોઈ પણ જગ્યાએ જવા માટે સ્કૂટર કે ગાડીનો ઉપયોગ કરવો.લોકોને પોતાના ઘરનું કામ કરવામાં પણ આળસ આવે છે. શારીરિક શ્રમ ન કરવાને કારણે આપણું શરીર રોગોનું ઘર બની જાય છે.
શ્રમ કરવાથી માણસનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ઇમ્યુનીટી પણ સારી રહે છે. હાથ અને પગના સાંધાઓ વધતી ઉંમરે મજબૂત બને છે.જે લોકો પૂરતા પ્રમાણમાં શ્રમ નથી કરતા અને બેઠાળુ જીવન જીવે છે.
તેમને કબજિયાતની તકલીફ થાય છે.આન કારણે બીજા ચામડીના રોગો પણ થાય છે.કબજિયાતના કારણે આપણા શરીરમાં 80 પ્રકારના વાયુ ઉત્પન્ન થાય છે.જેના કારણે આપણા શરીરને ખુબજ પીડા થાય છે.
આંતરડામાં ભેગું થયેલું મળ શરીરની પ્રફુલ્લિતતા, રુચિ અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.કબજિયાતના કારણે આપણા શરીરમાં જે ગેસ બને છે તેના કારણે માથું દુખવું,અધાશીશ અને આળસ વગેરે ઉત્પન્ન થાય છે.
અને વધતી ઉંમરે જો કબજિયાતની તકલીફ વધે તો મસા અને હરસ પણ થઇ શકે છે અને હાથ પગમાં પણ નબળાઈ રહેવા લાગે છે.આ માટે જ નાની ઉંમરે બને એટલું બેઠાળુ જીવન ન જીવો કસરત કરો અને પોતાના શરીરને એક્ટિવ રાખો.