ગવર્મેન્ટ જોબ કરતો આ યુવક નકલી પોલીસ બનીને રાત્રી કર્ફ્યુમાં લોકોને લૂંટતો હતો, આજે નોકરી તો ગઈ ને સાથે ખુબજ પછતાઈ રહ્યો છે.

પૈસા પાછરની આંધરી દોડમાં માણસ બરબાદ થઇ જાય છે. આ TRB જવાનનો પગાર સામાન્ય હતો પણ તેના સપના ખુબજ મોટા હતા. પૈસાની ભૂખમાં એટલો બધો અંધ બની ગયો કે આજે પછતાઈ રહ્યો છે.

એક એવું કામ કર્યું કે નોકરી તો ગઈ સાથે સાથે બદનામ પણ થઇ ગયો. આ યુવાન કે જે વધુ પૈસા કમાવવા માટે નકલી પોલીસ બન્યો અને આજે એવો ભરાયો કે જેલ જવાનો વારો આવ્યો છે.

રાતે 8 વાગે ત્યારે શહેરની પોલીસ અલગ અલગ નાકા બંધીમાં ગોઠવાઈ જતી હોય છે. જે લોકો કર્ફ્યુના સમયમાં કામ વગર ઘરની બહાર નીકળતા હોય એવા લોકો સામે કડક કાર્યવાહી કરવાને બદલે પૈસાથી તોડપાણિ કરતા હોય છે. આવી જ એક ઘટના રામોલ વિસ્તારમાં બની જ્યાં આ યુવક પોતાની સાથે એક બીજા માણસને રાખીને નકલી પોલીસ બનતો હતો.

ગઈકાલે તેને એક રીક્ષા વાળાને રોક્યો અને કર્ફ્યુના ટાઈમમાં કેમ બહાર નિકર્યો છે તેમ ધમકાવી ડરાવીને તેની પાસેથી પૈસાની માંગણી કરી હતી. અમે તારી પર કેસ નહિ કરીએ 1000 રૂપિયા આપી દે.

ત્યારે રીક્ષાવાળાએ કયું કે મારી પાસે 580 રૂપિયા જ છે. એ પણ તે લોકોએ તેની પાસેથી લૂંટી લીધા હતા. પછી રીક્ષા ચાલકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તેઓ ઝડપાઇ ગયા હતા. નસીબ તો જુઓ આનું તેની પહેલી ચોરીમાંજ ઝડપાઇ ગયો અને આજે ખુબ પસ્તાઈ રહ્યો છે.

error: Content is protected !!