શિયાળામાં ચાર મહિના રોજ રાત્રે સુતી વખતે નાભિમાં આ તેલ અથવા ઘીની માલિશ કરી દો, આવનારા દિવસોમાં તમને હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ જે ફાયદા ના મળે એવા ફાયદા થશે.

શિયાળાની ઋતુ ચાલુ થઇ ગઈ છે અને આ ઋતુમાં ઠંડીના લીધે શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યા થઇ જતી હોય છે. તેની સાથે સાથે ત્વચા પણ તરડી જાય છે, હાથ પગ અને હોઠ પણ ફાટી જાય છે. આજે આપણે એક એવા તેલ વિષે જાણીએ જેને નાભિ પર લગાડવાથી શિયાળામાં ઘણા બધા ફાયદાઓ થાય છે કેમ કે, નાભિએ આપણી બોત્તેર હજાર નસોનું કેન્દ્ર માનવામાં આવે છે.

જો તમે રાત્રે સૂતી વખતે ઘી કે તેલ નાભિમાં લગાવી દો તો તેનાથી શરીરમાં રહેલી નાની મોટી સમસ્યાઓ તમારાથી દૂર જ રહે છે. આ તેલ રાત્રે લગાવીને સવારે ઉઠીને આ નાભિ સાફ કરી દેવાથી તમને ઘણા બધા ફાયદાઓ થાય છે. હાલમાં મોટે ભાગે લોકોને હાથ-પગ ઠંડીને લીધે ફાટી જાય છે, તેમની માટે આ ઉપાય એકદમ કારગર સાબિત થશે.

જે લોકોના હોઠ પણ ફાટી જતા હોય તેમને પણ આ તેલ લગાવવાથી શિયાળામાં થતી આ બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય છે. આ તેલ એટલે નારિયેળનું તેલ જેને રોજ રાત્રે બેથી પાંચ મિનિટ સુધી મભિમ માલિશ કરવાની છે અથવા જો તેલ ના હોય તો ગાયનું દેશી ઘી લઈને તેનાથી પણ આવી જ રીતે માલિશ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે.

આ તેલ કે ઘીથી નાભિમાં અને તેની આસપાસ પણ માલીસ કરવાથી આ તેલને રાત્રે એમના એમ રહેવા દેવાનું છે અને સવારે તેને બરાબર સાફ કરી દેવાથી શિયાળાની ઋતુમાં તમારી ત્વચા કોઈ દિવસે સૂકી નહિ થાય અને તમારે બીજી કોઈ વસ્તુ લગાવવાની પણ જરૂર નહિ પડે. તો આ ઉપાય રાત્રે સૂતી વખતે કરવાનો છે અને શિયાળામાં રોજે રોજ કરવાથી ઘણો ફાયદો પણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!