તાઉતે વાવાજોડાએ મુંબઈના એક જહાજને ડૂબાડ્યું તેમાં સવાર 170 લોકો ગુમ, ૧૪૬ ને બચાવ્યા
કોરોનાનો સામનો કરી રહેલા ભારતમાં તાઉતે વાવજોડાએ કહેર વરસાવ્યો છે. સૌથી પહેલા આ વાવાજોડું મહારાષ્ટ્ર અને ગોવામાં ટકરાયું હતું. હવમાન વિભાગ દ્વારા જાણવાયું હતું કે તાઉતે વાવાજોડું ગણા ભયંકર વાવાજોડામાં ફેરવાઈ ગયું છે. વાવજોડાના કારણે મુંબઈમાં એક જહાજ ડૂબી ગયું છે. ભારતનું P305 નામનું જહાજ દરિયામાં ડૂબી ગયું છે.
ભારતીય સેનાએ આમા ફસાયેલા 146 લોકોને બચાવ્યા છે. ત્યારે 170 વધુ મુસાફોરો ગુમ થયેલા છે. આ જગ્યા પર બીજું એક જહાજ પણ ફસાયેલું છે. આમા ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય નેવી દ્વારા એક શિપને મોકલવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આમા કુલ 41 લોકો ફસાયેલા હતા. જેમાંથી 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 3 લોકો હજુ ગાયબ છે.
માહિતી અનુસાર બોમ્બે હાઈ વિસ્તારમાં આ જહાજ ફસાયેલું હતું. માહિતી મળતા જ નેવીના જહાજો ને લોકોને બચાવવા માટે મોકલી દેવામાં આવ્યા હતા. નેવીના રેસ્ક્યુ ઓપેરશનમાં 146 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પણ હજુ 170 લોકો ગાયબ છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ 170 લોકોના કદાચ મૃત્યુ પણ થઇ ગયા હોય. ગુજરાત રાજ્યમાં પણ તાઉતે વાવાજોડાએ કહેર વરસાવ્યો છે.