આ ધારાસભ્યએ મુખ્યમંત્રીને હાથ જોડીને લોકડાઉન કરવા માટે કરી માંગ

કોરોનાએ દેશ આખામાં કહેર મચાવી દીધી છે અને તેમાં અગાઉ સરકાર શ્રી ને લોકડાઉન પણ કરવું પડ્યું હતું અને આજ પણ એટલી સ્થિતિ ખરાબ થઇ ગઈ છે અને તેનાથી દવાખાનાઓ પણ ભરાઈ ગયા છે,

લોકોને ઓક્સિજન નથી મળતો જેથી લોકોના મોત પણ ઝડપથી થઇ રહ્યા છે.હાલ ગુજરાતના જુદા જુદા શહેરો સહીત ગામોમાં પણ લોકો અને વ્યાપારીઓ સ્વૈચ્છીક લોકડાઉન કરી રહ્યા છે.

આજે કોરોનાની વચ્ચે લોકો લોકડાઉન કરવાની માટે માંગણી કરી રહ્યા છે અને તેવામાં રાજકોટ શહેરની વાત કરીએ તો અહીંના પડધરીના ધારાસભ્યએ લલિત કગથરાએ લોકડાઉન લાવવની માંગણી કરી છે અને તેઓ વિનંતીથી કહી રહ્યા છે કે જયારે તમે લોકડાઉન કર્યું ત્યારે રાજકોટના જંગલેશ્વરમાં જ કેસો આવતા હતા અને આજે ઘરે ઘરે કેસો થઈ ગયા છે.

જે વખતે લોકડાઉન કર્યું તે વખતે ખુબ જ ઓછા કેસો હતા અને હાલમાં તેની સંખ્યા ખુબ જ વધી ગઈ છે અને તમે તો પણ લોકડાઉન નથી કરતા તમે કોની રાહ જોઈ રહ્યા છો,તમારે કોને પૂછવાનું છે.

સાહેબ દિલ્હીમાં લોકડાઉન થયું છે બીજે બધે જ લોકડાઉન થાય છે તો તમે શું કામ બધાની રાહ જોઈ રહ્યા છો.સાહેબ હાલમાં કોરોનાથી લોકો તડપી રહ્યા છે,લોકો મરી રહ્યા છે,લોકોને ઓક્સિજન પણ નથી મળી રહ્યો તો આપ શેની રાહ જોઈ રહ્યા છો.

વિજયભાઈ તમને હું હાથ જોડીને વિનંતી કરું છું મહેરબાની કરીને ગુજરાતમાં લોકડાઉન કરી દો,જો ગુજરાતના લોકોનો જીવ બચાવવો હોય તો લોકડાઉન કરવું જ પડશે,આ લોકડાઉન એવું કરો કે દૂધ ભલે બગડી જાય,શાક ભલે સડી જાય પણ ૧૫ દિવસ સુધી કડક લોકડાઉન કરી દો વિજય ભાઈ આપણા ગુજરાતના લોકોને બચાવવા હોય તો આ પગલું તો ભરવું જ પડશે.

error: Content is protected !!