જામનગરમાં મુકેશ અંબાણીએ ૧૦૦૦ બેડની કોવીડ હોસ્પિટલ બનાવીને કોરોનાના દર્દીઓ માટે બન્યા મસીહા.

હાલ દેશમાં બધી બાજુએ કોરોના પ્રકારી ગયો છે અને તેનાથી લોકો ત્રાહિમામ થઇ ગયા છે. લોકો કેટકેટલું ભટકી રહ્યા છે તો પણ હોસ્પિટલમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યા અને તેથી તેઓને ઘણી મુસકલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ઓક્સિજન પણ નથી મળી રહ્યો અને તેથી લોકો તડપી રહ્યા છે.

સરકારે અમદાવાદના GMDC માં ધન્વંતરિ હોસ્પિટલ બનાવીને લોકો માટે એક મોટી મદદ પણ કરી છે તેની વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ હાલમાં ગુજરાતની પ્રજા માટે ફરી એક વાર આગળ આવી છે

અને તેને જામનગરની અંદર ૧૦૦૦ બેડની ઓક્સિજન સાથેની વ્યવસ્થા ધરાવતી હોસ્પિટલ ઉભી કરશે. આ હોસ્પિટલથી સૌરાષ્ટના લોકોને કોરોનાની સામે ઘણી મોટી સારવાર પણ થઇ જશે. આ હોસ્પિટલના ૪૦૦ બેડ તો આવતા રવિવાર સુધી ચાલુ કરી દેવામાં આવશે.

બાકીના ૬૦૦ બેડએ એકાદ અઠવાડિયામાં ચાલુ કરી દેવામાં આવશે, આ હોસ્પિટલની તમામ પ્રકારની સાધન અને સામગ્રીની સુવિધાએ રિલાયન્સ દ્વારા કરવામાં આવશે. ત્યારે આ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ રાજ્ય સરકાર પૂરો પડશે.

વિજયભાઈ રૂપાણીએ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને જામનગરની અંદર ૧૦૦૦ બેડની હોસ્પિટલ ચાલુ કરવાની માટે અનુરોધ કર્યો હતો અને તેની સામે મુકેશ અંબાણીએ તરત જ પ્રતિસાદ પણ આપ્યો હતો અને આ હોસ્પિટલ ઉભી કરવાની ખાતરી પણ આપી હતી.

error: Content is protected !!