મુકેશ અંબાણીએ ફરી એકવાર સાબિત કર્યું કે તેમનું દિલ દરિયા જેવું છે. હવે આટલા કરોડનું દાન કર્યું.
કોરોનાના કારણે દેશના બધા રાજ્યોમાં પરિસ્થિતિ ખુબજ વિકટ બની રહી છે. એવામાં મુકેશ અંબાણી લોકોની મદદે સામે આવ્યા છે. હોસ્પિટલોમાં જગ્યા ન મળતા લોકો હોસ્પિટલ બહાર જ મૃત્યુ પામી રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વર્લીમાં 650 બેડની કોવીડ હોસ્પિટલની શરુ કરવામાં આવી છે. આ સાથે ICU બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રિલાયન્સ ફાઉન્ડેશનએ કહ્યું કે અમે આ હોસ્પિટલ કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનએ કહ્યું કે અમે આ પહેલ મુંબઈ સરકારના સહયોગથી કળ્યો છે.
રિલાયન્સ ફાઉન્ડેશનએ કહ્યું કે આ 650 બેડની કોવીડ હોસ્પિટલને સંભારવા માટે 550 થી પણ વધુ મેડિકલ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવશે જેનો બધો ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે.
મુકેશ અંબાણી દેશની દરેક કપરી પરિસ્થિતિમાં લોકોને મદદે સામે આવે છે. મુંબઈમાં કોરોનાથી પરિસ્થિતિ ખુબજ વિકટ બની છે એ માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 850 બેડની કોવીડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા પણ મુકેશ અંબાણી દ્વારા હોસ્પિટલોને મફતમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે.