વ્યક્તિના મૃત્યુના ૫ કલાક પહેલા થી અગ્નિસંસ્કાર સુધી એક આત્મા આ કાર્યો કરે છે. જે મોટા ભાગના લોકોને નહિ ખબર હોય પણ જાણવી જરૂરી છે.

જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણને થતું હશે કે આ જીવ ક્યાં જાય છે અને શુ કરે છે. ગરુડપુરાણમાં આ બધું જણાવવામાં આવ્યું છે. કે મૃત્યુ પછી અને મૃત્યુના થોડા કલાકો પહેલા વ્યક્તિ સાથે શું થાય છે. અંદાજિત 5 કલાક પહેલા જે વ્યક્તિનું મૃત્યુ થાવનું હોય તેના પગના તરીયા ઠંડા પડવા લાગે છે. આ લક્ષણ એવું સૂચવે છે કે આ શરીર હવે પૃથ્વીથી છુટુ પડી રહ્યું છે.

જયારે પણ મનુષ્યનો આત્મા તેનાથી છૂટો પડે છે ત્યારે તે જલ્દી સ્વીકારી નથી શકતો અને શરીરમાં પાછો પ્રવેશવાની કોશિશ કરે છે. તેથી આપણે વ્યક્તિના મૃત્યુ પછી પણ તેમાં હલન ચલણ જોઈ શકીએ છીએ.

જયારે આત્મા શરીરથી છૂટો પડે છે ત્યારે મૃતદેહની આજુ બાજુ રહેલી વ્યક્તિ શું વિચારી રહી છે તે બધું સંભરાય છે અને તે તેમની સાથે વાત કરવાની કોશિશ કરે છે પણ તે વાત નથી કરી શકતી ત્યારે તેને સમજાય છે કે તેનું મૃત્યુ થઇ ગયું છે અને આત્મા મૃતદેહની ઉપર 10 થી 12 ફૂટ તરતો રહે છે અને બધું જોવે છે.

જયાર સુધી મૃતદેહનો અગ્નિસંસ્કાર નથી થતો ત્યાર સુધી આત્મા મૃતદેહ સાથે ફરતો રહે છે. જયારે તમે કોઈની સ્મશાન યાત્રામાં સામીલ થાઓ છો ત્યારે તે આત્મા પણ તમારી સાથે જ હશે અને દરેક વ્યક્તિ તેના વિષે શું વિચારી રહ્યો છે તે બધું જાણી શકે છે.

જયારે આત્મા પોતાના મૃતદેહને પંચ તત્વોમાં વિલીન થતો જોવે છે ત્યારે તેને મુક્તિનો અહેસાસ થાય છે. પહેલા 7 દિવસ આત્મા તેની મનગમતી જગ્યા પર ફરે છે. 7 દિવસ પછી આત્મા પૃથ્વીથી વિદાય લઈને પરલોક તરફ જાય છે. જ્યાં તેને મુક્તિ મળે છે.

error: Content is protected !!