મોરારી બાપુએ લોકોને કરી એક ખાસ વિનંતી
આજે રામનવમીનો પાવન તહેવાર છે.સુપ્રસિદ્ધ કથાકાળ મોરારી બાપુ એ લોકોને વિનંતી કરી છે કે ઘરમાં જ રહીને રામનવમીની ઉજવણી કરો.કોરોનામાં તેમને લોકોને વિનંતી કરી કે તમે ઘરે રહીનેજ રામનવમીની ઉજવણી કરો.
બધા લોકોએ ઉજવણી દરમિયાન ખુબજ કાળજી રાખવી જોઈએ અને ઘરે જ રામનો ફોટો લઈને રામની પૂજા અર્ચના કરીને રામનવમીની ઉજવણી કળો એવી અપીલ કરી.
મોરારી બાપુએ વધુમાં કહ્યું કે 21 મી એપ્રિલએ રામનવમીનો પાવન અવસર છે.રામના પ્રાગટ્યનો દિવસ છે.રામતો બધે જ છે.રામતો નિરાકાળ છે.રામ તો પરમતત્વ છે.તે આ પાવન અવસર પર જગ મંગલ માટે પ્રગટે છે.અને આવતી કાલે એ પ્રાગટ્યનો દિવસ છે.માટે આ કોરોના સમયમાં પોતાના ઘરે જ રહીને જ રામની ભક્તિ કરો.
કોરોના કાળને કારણે અત્યારે મંદિરોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.આ સમયે ભેગા થઈને કોઈ પણ તહેરવારની ઉજવણી કરવી એ ખુબજ ભયજનક સાબિત થઇ શકે છે.
માટે ગુજરાતના સુપ્રસિદ્ધ કથાકાળ મોરારી બાપુએ લોકોને વિનંતી કરીકે આ વખતે ઘરમાં રહીને જ રામનવમીની ઉજવણી કરો.જેથી કોરોના સંક્ર્મણ વધુના ફેલાય અને વધારે લોકો આનાથી સંક્રમિત ન થાય.