મોરારી બાપુએ કોરોના કાળમાં કરી 1 કરોડ રૂપિયાની સહાય
સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ એક મોટી જાહેરાત કરી છે.કોરોના મહામારીની પ્રવુતિઓની સહાય માટે 1 કરોડ રૂપિયાનું દાન કરવાનું એલાન કર્યું છે. આ 1 કરોડ રૂપિયા માંથી અમરેલી જિલ્લાના રાજુલા,સાવરકુંડલા અને ભાવનગરને
રૂપિયા ફારવવામાં આવશે અને મહુઆ અને તળાજામાં પણ 25 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.સેવાકીય પ્રવુતિ કરતા પ્રામાણિક વ્યક્તિના હાથ માં જ આ રૂપિયા આપવા આવશે.
મોરારી બાપુએ આ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને આ 1 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.મોરારી બાપુએ કહ્યું કે આ 1 કરોડની રકમ ભેગી કરવા માટે કોઈને ખાસ અપીલ નથી કરવી પણ પણ જેને જેમ બને એક આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે અને આ 1 કરોડ રૂપિયામાંથી 25 લાખ રૂપિયા ખાલી રાજુલાને આપવા છે.
મોરારી બાપુએ કહ્યું કે આ 1 કરોડની રકમ કોઈ પ્રામાણિક વ્યક્તિના હાથમાં જશે જે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એના અનુરૂપ પૈસાનો ખર્ચ કરે.મોરારી બાપુ કથા કહેવા માટે દેશ વિદેશમાં જાણીતા છે.
લોકો એમનું કહેવાનું માનતા હોય છે.કોરોના મહામારીની વિકતતી પરિસ્થિતિને જોતા લોકોની સહાય અને જનકલ્યાણ માટે 1 કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.