સરકારની આ મોટી ભૂલોને કારણે લોકોને આજે વેક્સીન માટે વલખા મારવા પડી રહ્યા છે…

દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતકી બની છે તેવામાં કેટલાય લોકો આ કોરોનામાં સપડાઈ ગયા છે. કોરોનાની આ બીજી લહેરે દેશના બધાજ દવાખાનાઓ ભરી દીધા છે. જેથી કરીને કેટલાય દર્દીઓના મૃત્યુ પણ થયા છે. આ બીજી લહેરમાં ઓક્સિજન સહીત રેમડેસીવીર ઇન્જેક્શનની પણ અછત થઇ હતી.

આ કોરોનાની જંગ જીતવાની માટે સરકારે કેટલીક અગત્યની ગાઇડલાઇન પણ જારી કરી છે. તેની સાથે સાથે હાલમાં રસીકરણની પ્રક્રિયા ચાલુ કરવામાં આવ્યા છે. જે હાલમાં આ મહામારીમાંથી બહાર નીકરવાનો રસ્તો છે. પણ હાલમાં ભારત જે ગતિથી આગળ વધી રહ્યું છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે, આગળ રસીકરણનો ઘણો સમય લાગી શકે છે.

આ રસીકરણ ધીમી થવાનું કારણ એ છે કે, સરકારની આ ભૂલોને કારણે હાલમાં રસીકરણ ધીમું પડી ગયું છે. જેમાં પહેલું કારણ એ છે કે, સરકારે વેક્સીનનો ઓર્ડર આપવામાં વિલંબ કર્યું હતું.

બીજું કારણ એ છે કે સરકારે વિદેશમાં કરોડો વેક્સીનના ડોઝ મોકલી આપ્યા. આશરે ૭ કરોડ જેટલી વેક્સીન ૮૦ દેશોને સપ્લાય કરી છે. ત્રીજું અને મહત્વનું કારણ એ છે કે, વેક્સિનેશનમાં ૧૮ વર્ષના યુવાનોનો જલ્દીથી સમાવેશ કરવામાં આવ્યો અને આ એક ઉતાવરીયો નિર્ણય હતો.

error: Content is protected !!