જનતા અને વિપક્ષના નેતાઓ મોદી સરકારને કહી રહ્યા છે કે, હવે તમે બહાર આવ્યા…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, તેવામાં કેટલાય લોકો તેની સપેડમાં સપડાઈ ગયા છે. તેવામાં કેટલાય દર્દીઓને આ મહામારીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંના અમુક કોરોનાના દર્દીઓના તો મૃત્યુ પણ થઇ ગયા છે.

જોવા જઈએ તો હાલમાં બહુજ મોટી તકલીફનો સામનો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં તેમની મદદે સામાજિક સંસ્થાઓ અને કેટલાક લોકો આવ્યા હતા.

હમણાં રાજકોટની મહાનગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં વિપક્ષના સભ્યોએ અનોખો વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના ચાર કોર્પોરેટરે પહેરેલા માસ્કની ઉપર વિવિધ લખાણો લખવામાં આવ્યા હતા.

જેમાં એવું લખેલું હતું કે, મોદી સાહેબ રાજકોટના નેતાઓને પૂછો કોરોનાના સમયે ક્યાં હતા? તેની સાથે સાથે આ બોર્ડની મિટિંગમાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવો. જે દંડ ઉઘરાવવામાં આવે છે તેને કોરોનાના દર્દીઓની પાછળ ખર્ચો. તેના સાચા આંકડાઓ પણ આપો.

જે વખતે કોરોનાની આ બીજી અને ઘાતકી લહેર ચાલી રહી હતી તેવામાં કોઈ નેતા નહતા દેખાતા, કોરોનાની બીમારીમાં પ્રજા રોડ ઉપર આવી ગઈ હતી. એવું લગતું હતું કે, આ નેતાઓને કોઈ ચિંતા જ નથી પ્રજાની અને જયારે વોટ લેવા હોય છે ત્યારે આમ બધાને ઘરે જઈને વોટ માંગે છે.

error: Content is protected !!